Not Set/ એચઆઈવીનો હાહાકાર : દેશના આ ત્રણ રાજ્યો બન્યા એચઆઈવી હોટસ્પોટ

નવી દીલ્હી, આમ તો દેશમાં એચઆઈવીનાં કેસોમાં ઘટાડો થયો છે પરંતુ ત્રણ ઉત્તર-પૂર્વના રાજ્યો મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આવા કેસોમાં ભારે જબરો ઉછાળો થઈ રહ્યાે છે. લોકસભામાં આરોગ્ય મંત્રીએ આપેલી માહિતી મુજબ આ ત્રણેય રાજ્યો અત્યારે એચઆઈવીના હોટસ્પોટ બની ગયા છે અને સરકારો સંઘર્ષ કરી રહી છે. એમણે કહ્યું કે, આ ત્રણેય રાજ્યોમાં ડ્રગ્ઝના રવાડે ચડી […]

Top Stories India
hivaids એચઆઈવીનો હાહાકાર : દેશના આ ત્રણ રાજ્યો બન્યા એચઆઈવી હોટસ્પોટ
નવી દીલ્હી,
આમ તો દેશમાં એચઆઈવીનાં કેસોમાં ઘટાડો થયો છે પરંતુ ત્રણ ઉત્તર-પૂર્વના રાજ્યો મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આવા કેસોમાં ભારે જબરો ઉછાળો થઈ રહ્યાે છે.
લોકસભામાં આરોગ્ય મંત્રીએ આપેલી માહિતી મુજબ આ ત્રણેય રાજ્યો અત્યારે એચઆઈવીના હોટસ્પોટ બની ગયા છે અને સરકારો સંઘર્ષ કરી રહી છે.
એમણે કહ્યું કે, આ ત્રણેય રાજ્યોમાં ડ્રગ્ઝના રવાડે ચડી ગયેલા યુવક-યુવતીઆેને લીધે કેસ વધી રહ્યા છે. ડ્રગ ના ઈન્જેકશન અને અસલામત યૌનાચારને લીધે કેસ વધે છે.
HIV AIDS e1533650811733 એચઆઈવીનો હાહાકાર : દેશના આ ત્રણ રાજ્યો બન્યા એચઆઈવી હોટસ્પોટ
મોટાભાગના કેસ ડ્રગ યુઝર્સમાં જ જોવા મળી રહ્યા છે અને રાજ્ય સરકારો પણ લાચાર બની છે. કેન્દ્ર સરકારે તત્કાળ પગલા ભરવાની સૂચના આપી છે.
આ ત્રણેય રાજ્યોમાં એચઆઈવીનાં હજારો દર્દીઆે જોવા મળી રહ્યા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યાે છે કેટલીક પ્રસુતાઆે પણ આ શિકાર બની છે.
ત્રણ રાજ્યોમાં અસલામત યૌનાચારને લીધે પણ મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે તેવી કબુલાત મંત્રીએ કરી છે.