Not Set/ શું તમને આવે છે ખરાબ સપના? જો હા, તો આ ગ્રહોને જવાબદાર ગણાવે છે જ્યોતિષશાસ્ત્ર

તમે સૂતાં હોવ ત્યારે તમને ઘણી વખત સપના આવતા હોય છે. પરંતુ આ સપના ક્યારેક સારા હોય છે અથવા તો ખરાબ હોય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર તમારા કોઇપણ પ્રકારનાં સપનાઓનો સબંધ તમારી કુંડળીમાં ચાલતા ખરાબ ગ્રહો સાથે હોય છે. જો કુંડળીમાં સૂર્યની ખરાબ દશા હોય તો ખરાબ સપના આવે છે. કુંડળીમાં સૂર્યની મહાદશા ખરાબ હોય છે, […]

Uncategorized
શું તમને આવે છે ખરાબ સપના? જો હા, તો આ ગ્રહોને જવાબદાર ગણાવે છે જ્યોતિષશાસ્ત્ર

તમે સૂતાં હોવ ત્યારે તમને ઘણી વખત સપના આવતા હોય છે. પરંતુ આ સપના ક્યારેક સારા હોય છે અથવા તો ખરાબ હોય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર તમારા કોઇપણ પ્રકારનાં સપનાઓનો સબંધ તમારી કુંડળીમાં ચાલતા ખરાબ ગ્રહો સાથે હોય છે. જો કુંડળીમાં સૂર્યની ખરાબ દશા હોય તો ખરાબ સપના આવે છે. કુંડળીમાં સૂર્યની મહાદશા ખરાબ હોય છે, ત્યારે લોકોને વારંવાર વિચિત્ર સપના દેખાય છે.

જો સૂર્યની મહાદશા મજબૂત ન હોય તો એને મજબૂત બનાવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા પ્રકારનાં ઉપાય બતાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે સૂર્યોદય સમયે સૂર્યને જળને ચડાવવાથી અને સૂર્ય મંત્રનો જાપ કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહની દિશા મજબૂત બને છે. સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા રવિવારના દિવસે જળ જરૂરથી અર્પણ કરવું (ચઢાવવું) જોઈએ.

સૂર્ય ગ્રહ સિવાય જો કુંડળીમાં બુધ ગ્રહની દશા નબળી હોય તો પણ ઘણી વખત ડરામણા સપના આવતા હોય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર કુંડળીમાં જો બુધની દશા કમજોર હોય તો તેના કારણે ઘણી વખત દાંત તૂટવા અને હાડકાં તૂટવા જેવા સપનાઓ આવતા હોય છે. આ ઉપરાંત મંગળની ગ્રહ દશા નબળી હોવાના કારણે પણ ઘણી વખત ખરાબ સપના આવતા હોય છે.