Not Set/ બરવાળા : સરકારી અનાજની ચોરી પકડાઈ

 રાજ્યમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી એકવાર સરકારી વિભાગમાં જ અનાજ ચોરીનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે બરવાળાના કુંડળ ગામ પાસે એક આઈસર ગાડીમાં શંકાના આધારે તપાસ કરી હતી. જયારે પોલીસે અનાજના બીલ માંગતા બીલ ન હોવાથી પોલીસે ૧૫૦ કટ્ટા ઘઉં તેમજ ૬૦ કટ્ટા ચોખા સાથે ૨.૧૦ લાખ તેમજ ગાડી મળી કુલ […]

Uncategorized

 રાજ્યમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી એકવાર સરકારી વિભાગમાં જ અનાજ ચોરીનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે બરવાળાના કુંડળ ગામ પાસે એક આઈસર ગાડીમાં શંકાના આધારે તપાસ કરી હતી. જયારે પોલીસે અનાજના બીલ માંગતા બીલ ન હોવાથી પોલીસે ૧૫૦ કટ્ટા ઘઉં તેમજ ૬૦ કટ્ટા ચોખા સાથે ૨.૧૦ લાખ તેમજ ગાડી મળી કુલ રૂપિયા ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો…. ગાડીના ડ્રાઈવર અને કલીનરની પોલીસે ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમા આરોપીઓ દ્વારા આ તમામ અનાજ સરકારી હોવાનો ખુલાસો થયો હતોચોરીમાં સરકારી ગોડાઉનના મેનેજર કે .ટી .ભીલ તેમજ ભદ્રાવડી ગામે સસ્તા અનાજના દુકાન માલિક સંડોવાયેલા હોવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.