રાજકીય/ કાશ્મીરમાં ગુલામનબી આઝાદે કોંગ્રેસની પ્રચાર સમિતિમાંથી કેમ આપ્યું રાજીનામું,જાણો કારણ…

સમર્થકોનું કહેવું છે કે કાશ્મીર મુદ્દાઓને લઈને તેમને બોલાવવામાં આવ્યા છે અને બેઠકો પણ કરવામાં આવી છે. તેમને પદ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે પ્રમોશન કરતાં ડિમોશન જેવું હતું

Top Stories India
6 22 કાશ્મીરમાં ગુલામનબી આઝાદે કોંગ્રેસની પ્રચાર સમિતિમાંથી કેમ આપ્યું રાજીનામું,જાણો કારણ...

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની પ્રચાર સમિતિ અને રાજકીય બાબતોની સમિતિમાંથી રાજીનામું આપનાર વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનું કહેવું છે કે તેઓ આ વાત પહેલેથી જ કહી ચૂક્યા છે.તેમને કોઇપણ પદ  પર નિયુક્ત કરવામાં ન આવે ,આ મામલે આઝાદના નજીકના લોકોનું માનવું છે કે તેમણે પહેલા જ હાઇકમાન્ડને કહી દીધું હતું કે કોઇ પદ ન આપે,ઉલ્લેખનીય છે કે પાર્ટીએ આઝાદને રાજ્યસભામાં મોકલ્યા ન હતા જેના લીધે એવી અટકળો વહેતી થઇ હતી કે આઝાદને પાર્ટીમાંથી સાઇડ વાઇન કરવામાં આવી રહ્યા છે.

ગુલામ નબી આઝાદના સમર્થકોનું કહેવું છે કે કાશ્મીર મુદ્દાઓને લઈને તેમને બોલાવવામાં આવ્યા છે અને બેઠકો પણ કરવામાં આવી છે. તેમને પદ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે પ્રમોશન કરતાં ડિમોશન જેવું હતું. આવી સ્થિતિમાં ગુલામ નબી આઝાદે તે પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ગુલામ નબી આઝાદ બાદ તેમના ઘણા સમર્થકોએ પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે સંગઠનાત્મક અને અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. આઝાદના સમર્થકોનું કહેવું છે કે પર્યાપ્ત ચર્ચા કર્યા વિના પેનલોની રચના કરવામાં આવી હતી અને ઘણા લાયક લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા.

આ સિવાય ગુલામ નબી આઝાદનું નામ સામેલ કરવું આશ્ચર્યજનક છે. ખાસ કરીને તેના કદને જોતા આ નિર્ણય ખોટો હતો. 37 વર્ષ સુધી કોંગ્રેસના મહાસચિવ રહી ચૂકેલા વ્યક્તિને રાજ્ય સ્તરની સમિતિમાં સામેલ કરવાની વાત ખોટી હતી. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે. ગુલામ નબી આઝાદ કહે છે કે મેં પહેલાથી જ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર યુનિટમાં મને કોઈ જવાબદારી માટે માનવામાં ન આવે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નેતૃત્વએ તેમને પ્રદેશ અધ્યક્ષ બનવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે આનો ઇનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ ગુલામ અહેમદ મીરનું રાજીનામું સ્વીકારી લીધું હતું, જેઓ તેમના હરીફ કેમ્પના હોવાનું કહેવાય છે અને હવે તેમના જ સમર્થક વિકાર વાનીને આ જવાબદારી સોંપવામાં આવી છે.