Not Set/ અધિકારીઓએ કોઈ ભૂલ જ કરી નહોતી, તો પછી ચિદમ્બરમ કેવી રીતે જવાબદાર : મનમોહનસિંહ

ડો. મનમોહનસિંહે કરી ચિદમ્બરમની મુલાકાત તિહાર જેલમાં જઇ કરી મુલાકાત સોનિયા ગાંધી પણ પહોંચ્યા હતા તિહાર જેલ ડો. સિંહે પુછ્યા વેધક સવાલ અધિકારીઓ અપરાધી નથી, તો મંત્રી શી રીતે અપરાધી INX મીડિયા કેસ મામલે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની સતત અટકાયત પર ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ કર્યો હતો […]

Top Stories India
manmohnsingh અધિકારીઓએ કોઈ ભૂલ જ કરી નહોતી, તો પછી ચિદમ્બરમ કેવી રીતે જવાબદાર : મનમોહનસિંહ
  • ડો. મનમોહનસિંહે કરી ચિદમ્બરમની મુલાકાત
  • તિહાર જેલમાં જઇ કરી મુલાકાત
  • સોનિયા ગાંધી પણ પહોંચ્યા હતા તિહાર જેલ
  • ડો. સિંહે પુછ્યા વેધક સવાલ
  • અધિકારીઓ અપરાધી નથી, તો મંત્રી શી રીતે અપરાધી
INX મીડિયા કેસ મામલે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની સતત અટકાયત પર ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ કર્યો હતો કે જ્યારે અધિકારીઓએ દરખાસ્તને મંજૂરી આપવામાં કોઈ ભૂલ કરી નહોતી, ત્યારે ચિદમ્બરમે ગુના અંગે નાણાં પ્રધાન તરીકે આવું કરવા માટેનો આરોપ કેવી રીતે મુકી શકાય?

તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ભલામણને મંજૂરી આપવા માટે માત્ર એક જ મંત્રી જવાબદાર રહેશે, તો સંપૂર્ણ સરકારી સિસ્ટમનો નાશ થશે. મનમોહન સિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તિહાર જેલ પહોંચ્યા હતા અને ચિદમ્બરમને મળ્યા હતા અને તેમની સાથે એકતા દર્શાવી હતી. આપને જણવી દઇએ કે, INX મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા ચિદમ્બરમ હાલમાં તિહાડ જેલમાં બંધ છે. અને કોર્ટ દ્વારા તેમની કસ્ટડીની મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ચિદમ્બરમ સાથેની મુલાકાત બાદ ડો. સિંહે એક નિવેદનમાં કહ્યું, “અમને અમારા સાથી પી. ચિદમ્બરમની સતત કસ્ટડીની ચિંતા છે.” તેમણે કહ્યું કે અમારી સરકારી સિસ્ટમમાં કોઈ એક વ્યક્તિ કોઈ નિર્ણય લઈ શકતો નથી, બધા નિર્ણયો સામૂહિક નિર્ણયો હોય છે, જે ફાઈલોમાં રેકોર્ડ થાય છે. કેન્દ્ર સરકારના 6 સચિવો સહિત એક ડઝન અધિકારીઓએ દરખાસ્તની તપાસ કર્યા બાદ તેમની ભલામણ આપી હતી. ચિદમ્બરમે મંત્રી તરીકે સર્વાનુમતે ભલામણને મંજૂરી આપી હતી.

પૂર્વ વડાપ્રધાને સવાલ ઉઠાવ્યો, “જો અધિકારીઓનો કોઈ દોષ ન હોય, તો પછી જે મંત્રી જેણે સર્વસંમતિથી મળેલી ભલામણને મંજૂરી આપે છે, તેના પર કેવી રીતે ગુનો કરવાનો આરોપ લગાવી શકે તે સમજણથી પરેય છે.”

તેમણે કહ્યું હતું કે, જો ભલામણને મંજૂરી આપવા માટે ફક્ત એક જ મંત્રી જવાબદાર રહેશે, તો આખી સરકારી વ્યવસ્થા તૂટી જશે.” મને આશા છે કે કોર્ટ આ કેસમાં ન્યાય આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમનેફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.