Not Set/ UN ક્લાઇમેટ સમિટ : વાતો કરવાનો સમય પૂરો, હવે વિશ્વએ કામ કરી બતાવવું પડશે : PM મોદી

UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં PMનું સંબોધન વિશ્વએ હવે કામ કરી બતાવવાનો સમય આવી ગયો અમે પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યા છીએ વિશ્વના 80 દેશો આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં અમારી સાથે વૈશ્વિક સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ અભિયાન ચલાવીશું PM મોદીએ હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પછી, સોમવારે ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના અધિવેશનને સંબોધન […]

Top Stories World
pm modi UN ક્લાઇમેટ સમિટ : વાતો કરવાનો સમય પૂરો, હવે વિશ્વએ કામ કરી બતાવવું પડશે : PM મોદી
  • UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં PMનું સંબોધન
  • વિશ્વએ હવે કામ કરી બતાવવાનો સમય આવી ગયો
  • અમે પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યા છીએ
  • વિશ્વના 80 દેશો આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં અમારી સાથે
  • વૈશ્વિક સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ અભિયાન ચલાવીશું
PM મોદીએ હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પછી, સોમવારે ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના અધિવેશનને સંબોધન કર્યું હતું. UNમાં હવામાન પરિવર્તન અંગે PM મોદીએ કહ્યું, ‘અમે પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યા છીએ. જળસંગ્રહ માટે અમે ‘જલ જીવન મિશન’ શરૂ કર્યું છે. વરસાદી પાણીના સંગ્રહ માટે પણ અમે કામ કર્યું છે. આગામી કેટલાક વર્ષોમાં ભારત જળસંચયના કામો પર કરોડ ડોલર ખર્ચ કરશે.

PM મોદીએ વધુમાં કહ્યું કે, જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો વિશ્વના 80 દેશો આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં અમારી સાથે આવ્યા છે. અમારું માનવું છે કે, ઉપદેશ કરતા યોગ્ય વસ્તુઓની પ્રેક્ટિસ કરવી વધુ સારી છે. અમે ભારતમાં 2022 સુધી નવીનીકરણીય ઉર્જાના 175 મેગા વોટનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. PM મોદીએ વધુમાં કહ્યું કે, હવે વાત કરવાનો સમય પૂરો થઈ ગયો છે, વિશ્વએ હવે આ દિશામાં કામ કરીને બતાવવું પડશે.

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અમે અમારા દેશ ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝુંબેશ શરૂ કરી છે, હું આશા રાખું છું કે, અમે વૈશ્વિક સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ અભિયાન ચલાવીશું અને તેમા તમામ વિશ્વનો સાથ મળશે અને સફળતા પણ. અમે આવતીકાલે 24 સપ્ટેમ્બર, યુએન બિલ્ડીંગમાં ભારત દ્વારા સ્થાપિત સોલર પેનલનું ઉદ્ઘાટન કરીશું. જે અમારા માટે ગર્વનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમનેફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.