Earth Quake/ ધરતીકંપના આંચકાથી ધ્રુજ્યું આંદામાન અને નિકોબાર, રીક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોધાઇ

સોમવારે આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે

Top Stories India
EarthquakeMonitor ધરતીકંપના આંચકાથી ધ્રુજ્યું આંદામાન અને નિકોબાર, રીક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોધાઇ

સોમવારે આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર કેમ્પબેલ ખાડી નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે આ પહેલા 21 માર્ચે નાગાલેન્ડના મોકોકચંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોધાઇ હતી.  ભૂકંપનું કેન્દ્ર મોકોચંગથી 77 કિમી પૂર્વમાં હતું. એ જ મહિનામાં 6 માર્ચે ભૂકંપના આંચકા લદાખમાં અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા ૩.6 નોધાઇ હતી.

જાણો કયા ભૂકંપ જોખમી છે

ઉલ્લેખનીય છે કે, રિક્ટર સ્કેલ પર સામાન્ય રીતે 5 ની તીવ્રતાવાળા ભૂકંપ જોખમી નથી, પરંતુ તે વિસ્તારની રચના પર આધારીત છે. જો ભૂકંપ નદીના કાંઠે આવે અને ત્યાં ભૂકંપ વિરોધી ટેકનોલોજી વિના ઉંચી ઇમારતો બનાવવામાં આવે તો 5 ની તીવ્રતાનો ભૂકંપ પણ જોખમી બની શકે છે. જો રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો 40 કિ.મી.ની આસપાસમાં આંચકો તીવ્ર બને છે.