Not Set/ લટકતી-ભટકતી ફાંસી/ નિર્ભયા કેસનાં અપરાધી ફરી ફાંસી પાછી ઠેલવવામાં સફળ

2012 દિલ્હી ગેંગરેપ અને હત્યાનાં ચાર આરોપીઓ કે જેને 1 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલે ફાંસી આપવાની હતી, તે આરોપીઓએ કાનુની દાવપેચ અને કાનુની હકોની આડ લઇને હાલ તો ફાંસીને જ લટકાવી રાખી છે. અને ફરી કાનુની સવલતોના નામે એક વાર ફાંસી લટકતી-ભટકતી જોવામા આવી રહી છે. જી હા, નિર્ભયા કેસનાં અપરાધી ફરી ફાંસી પાછી […]

Top Stories India
nirbhaya vinay લટકતી-ભટકતી ફાંસી/ નિર્ભયા કેસનાં અપરાધી ફરી ફાંસી પાછી ઠેલવવામાં સફળ

2012 દિલ્હી ગેંગરેપ અને હત્યાનાં ચાર આરોપીઓ કે જેને 1 ફેબ્રુઆરી એટલે કે આવતી કાલે ફાંસી આપવાની હતી, તે આરોપીઓએ કાનુની દાવપેચ અને કાનુની હકોની આડ લઇને હાલ તો ફાંસીને જ લટકાવી રાખી છે. અને ફરી કાનુની સવલતોના નામે એક વાર ફાંસી લટકતી-ભટકતી જોવામા આવી રહી છે.

જી હા, નિર્ભયા કેસનાં અપરાધી ફરી ફાંસી પાછી ઠેલવવામાં સફળ થયા છે અને તેમને કાલે ફાંસી આપવામાં આવશે નહી. જો કે કોર્ટ દ્વારા નવી તારીખ કે આ મામલે કોઇ વધારાનાં નિર્દેશનો જાહેર કરવામાં આવ્યા નથી. દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટ દ્વારા હાલ તુરંત આગળનાં આદેશો સુધી ફાંસી વિલંબીત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, નિર્ભયા કેસમાં દોષિતોના વકીલે 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા પર રોક લગાવવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટનો સંપર્ક કર્યો હતો. નિર્ભયા કેસમાં ફાંસીની સજા અપરાધી અને હાલ તિહાર જેલમાં કેદ ભોગવી રહેલા દોષિતોના વકિલ દ્રારા 1 ફેબ્રુઆરીનાં રોજ ફાંસીને મુલતવી રાખવાની અરજી દિલ્હી કોર્ટમાં કરી હતી.

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી જેલના નિયમ મુજબ ચારમાંથી કોઇ એક જ ગુનેગારને ફાંસી આપી શકાશે નહીં. કાયદાનાં જાણકારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યાં સુધી તમામ ચાર અપરાધી નિયમ મુજબ કાનુની રીતે પોતાને ઉપલબ્ધ  દયાની અરજી સહિતના તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ નહીં કરે, ત્યાં સુધી કોઇને પણ ફાંસી આપી શકાય તેવું નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.