Not Set/ અમદાવાદ/ મોટેરા સ્ટેડિયમ નજીક ભેખડ પડતા બે શ્રમિકો ઘટના સ્થળે મોત

અમદાવાદઃ ભેખડ પડતા બે શ્રમિકો દટાયા ડ્રેનેજની કામગીરી દરમ્યાન સર્જાઇ દુર્ઘટના ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે મોટેરા સ્ટેડિયમ પાસે જનપથ હોટેલ નજીકનો બનાવ સારવાર દરમ્યાન બન્ને શ્રમિકોના મોત અમદાવાદમાં આવેલ મોટેરા સ્ટેડિયમ નજીક ભેખડ પડતા બે શ્રમિકો મોત નીપજ્યાં છે. મૃતક મનસુખભાઈ ડાભીની ઊંમર 25 વર્ષ છે જ્યારે ગૌતમ મીનામાની ઊંમર 40 વર્ષ છે. આ […]

Ahmedabad Gujarat
aaaaa 15 અમદાવાદ/ મોટેરા સ્ટેડિયમ નજીક ભેખડ પડતા બે શ્રમિકો ઘટના સ્થળે મોત

અમદાવાદઃ ભેખડ પડતા બે શ્રમિકો દટાયા

ડ્રેનેજની કામગીરી દરમ્યાન સર્જાઇ દુર્ઘટના

ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે

મોટેરા સ્ટેડિયમ પાસે જનપથ હોટેલ નજીકનો બનાવ

સારવાર દરમ્યાન બન્ને શ્રમિકોના મોત

અમદાવાદમાં આવેલ મોટેરા સ્ટેડિયમ નજીક ભેખડ પડતા બે શ્રમિકો મોત નીપજ્યાં છે. મૃતક મનસુખભાઈ ડાભીની ઊંમર 25 વર્ષ છે જ્યારે ગૌતમ મીનામાની ઊંમર 40 વર્ષ છે. આ બંને શ્રમિકો ત્યાં કામ કરતા હતા.

આપને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા દિવસ બાદ અમદાવાદ આવવાનાં છે. ત્યારે તેમના સ્વાગતને લઈને મોટેરા સ્ટેડિયમમાં હાલ જોરશોરતી તૈયારીઓ ચાલી રહી છે. તેઓ મોટેરા સ્ટેડિયમમાં હાઉડી ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે.

ahm6 2 અમદાવાદ/ મોટેરા સ્ટેડિયમ નજીક ભેખડ પડતા બે શ્રમિકો ઘટના સ્થળે મોત

મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદ આવવાનાં છે ત્યારે આવામાં એરપોર્ટથી લઈને મોટેરા સુધીનાં રૂટમાં આવતા તમામ રોડ રસ્તાઓને કવર કરવામાં આવી રહ્યા છે. કોઇ પણ પ્રકારની ક્ષતી ન રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ નજીક ભેખડ પડતા બે શ્રમિકો દટાઈ જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનું સ્થાનિક તંત્ર દોડતું થયું છે. ફાયર વિભાગ દ્વારા બે મજુરોનાં મૃતદેહને કાઢવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.