Vaccine/ રાજ્યમાં બીજા તબ્બકામાં કોણે કયા લીધી રસી આવો જાણીએ…

રાજયમાં આજથી રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે આજે તારીખ 31 જાન્યુઆરીને

Top Stories Gujarat Others
રાકેશ ટીકૈત 9 રાજ્યમાં બીજા તબ્બકામાં કોણે કયા લીધી રસી આવો જાણીએ...

રાજયમાં આજથી રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે આજે તારીખ 31 જાન્યુઆરીને રવિવારથી બીજા તબક્કાના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત મહેસૂલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3.50 લાખ ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે વેક્સિનેશન પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરના દરેક જિલ્લામાં આજે સવારે કલેક્ટર, પોલીસ અધિક્ષક અને કમિશનરને પહેલા ડોઝ મુકીને રસી કરણ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આણંદ

આણંદ જિલ્લામાં પોલીસ કર્મીઓને રસીકરણનો કાર્યક્રમ યોજાયો છે. જે અંતર્ગત જીલ્લાના પોલીસ કર્મીઓને રસી આપવામાં આવી છે. 25 કેન્દ્રોમાં સરકારી કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. 6000 જેટલા સરકારી કર્મચારીઓને રસી અપાશે. જિલ્લા કલેકટર,DDO, SPએ કોરોના રસી મુકાવી છે.

દાહોદ

દાહોદમાં પણ આજે કોરોના રસીકરણનો બીજો તબક્કો શરુ કરવામાં આવ્યો છે. ઝાયડસ હોસ્પિટલમાં રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. દાહોદ જિ.કલેક્ટર વિજય ખરાડીએ આ કાર્યક્રમમાં રસી મુકવી છે.

બોટાદ

બોટાદ જિલ્લામાં રસીકરણનો બીજો તબક્કો શરુ થી ચુક્યો છે. કોવિડ 19ની રસીકરણનો બીજો ફેજ શરૂ થતા પોલીસ, ન.પા.અને રેવન્યુના કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. બોટાદ એસપી હર્ષદ મહેતાએ કોવિડની રસી મુકાવી છે. પહેલા તબક્કામાં 1900 લોકોએ રસી લીધી હતી.

ગાંધીનગર

કોરોના રસીકરણના બીજા તબક્કામાં ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યએ રસી મુકવી છે. આજથી ફ્રન્ટ લાઈન વર્કરને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. 472 રેવન્યુના વર્કરણે પણ રસી આપવામાં આવશે.

ભાવનગર

ભાવનગરમાં કોરોના રસીનો બીજો તબક્કો શરુ કરવામાં આવ્યો છે. રસીકરણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે રસી અપાઈ રહી છે. જિલ્લા કલેક્ટર, જિ. વિકાસ અધિકારી આજે રાશી મુકવી રહ્યા છે. તો સાથે રેન્જ આઇજી,  જિ.પોલીસવડા પણ કોરોના રસી મુઅકાવી છે.

રાજકોટ

રાજકોટમાં કોરોનાની રસીનો બીજો તબક્કો શરુ થયો છે. રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે રસી  મુકવી છે. રાજકોટમાં 5500 ફ્રન્ટલાઇન વોરિઅર્સણે આ બીજા તબક્કામાં રસી મુકવામાં આવશે. શહેર પો.કમિશ્નર મનોજ અગ્રવાલ સહીત પોલીસ કર્મીઓને પણ રસી મુકવામાં આવશે. તો સાથે જિલ્લા વિકાસ અધિકારી રાણાવસિયા, અધિક કલેકટર પરિમલ પંડયાણે રસી આપવામાં આવી છે. શહેરનાં 1 હજારથી વધુ પો.કર્મીને રસી આપવામાં આવશે. શહેર અને જિલ્લામાં 57 બુથ ઉભા કરાયા છે

જામનગર

જામનગરમાં બીજા તબક્કાનું રસીકરણ શુભારંભ થયો છે. એમ.પી શાહ મેડિકલ કોલેજ ખાતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ માં હેલ્થ વર્કર સહીત ડીએમસી જામનગર, પોલીસકર્મીઓએ રસી લીધી  છે. સફાઈ કર્મચારીઓણે પણ રસી આપવામાં આવી છે.

વડોદરા

વડોદરામાં આજે રસીકરણનો બીજો તબક્કો શરુ થયો છે. આરોગ્ય-પોલીસ વિભાગનાં વોરિયર્સણે રસી આપવામાં આવી છે. પોલીસ અને પાલિકાનાં વડાએ કોરોનાની રસી મુકાવી છે. જેમાં વડોદરાનાં પોલીસ કમિશ્નર શમશેરસિંગ અને મ્યુ.કમિશ્નર સ્વરૂપ પી. પણ કોરોના રસી મુકાવી છે. બંને કોરોના વોરિયર્સ સયાજી હોસ્પિટલ ખાતે રસી લીધી છે. તો જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇ પોર ખાતે રસી લેશે. શહેર જિલ્લાનાં 11 કેન્દ્રો ખાતે આજે કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 59.45 ટકા આરોગ્ય યોદ્ધાઓને  રસી અપાઈ છે. વડોદરાનાં ઓએસડી ડો.વિનોદ રાવે પણ રસી મુકાવી છે. વડોદરાનાં કલેક્ટર શાલિની અગ્રવાલે રસી લીધી છે. શાલીની અગ્રવાલે લોકોને પણ રસી લેવા અપીલ કરી છે.

સુરત

સુરતમાં આજથી રસીકરણનો બીજો તબક્કો શરુ થયો છે. બીજા તબક્કામાં અધિકારીઓણે રસી આપવામાં આવી રહી છે. મનપા કમિશનર, સહીત કલેકટર ડો. ધવલ પટેલણે રસી મુકવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર અજય તોમર, DDO હિતેશ કોયા સહીત પોલીસના જવાનો-મનપા કર્મચારીઓ આ બીજા તબક્કામાં રસી આપવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલ ખાતે રસીકારણ યોજવામાં આવ્યું છે.

અમદાવાદ

અમદાવાદમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરુ થી ચુક્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓને રસી આપવામાં આવશે. હોમગાર્ડ, GRD,જેલ વિભાગના પોલીસકર્મીઓને રસી આપવામાં આવશે. અમદાવાદ સિવિલ ખાતે 20 રસીની સાઇટ બનાવાઈ છે. પ્રથમ દિવસે 2500 જવાનોને રસી આપવાનો ટાર્ગેટ છે.

મહેસાણા

મહેસાણામાં રસીકરણનો આજે બીજો તબક્કો  છે. પાંચ જેટલા બુથ પર રસી આપવામાં આવશે. અંદાજે 600 જેટલા સ્ટાફને રસી આપવામાં આવશે. મહેસાણા SP, પોલીસ અધિકારીઓને રસી આપવામાં આવી છે. મહેસાણા સિવીલ હોસ્પિટલ ખાતે રસીકારણ યોજાયું છે.

Political / AIMIM ચીફ ઓવૈસીએ કહ્યું ‘બેન્ડ-બાજા’ પાર્ટી જે કયારેક આ નામથી ઓળખાતી હતી….  

કૃષિ આંદોલન / દિલ્હીની હિંસા બાદ 400 થી વધુ ખેડુતો લાપતા…

Politics / મન કી બાત: મોદીએ કહ્યું – ભારતે કોરોના રસીકરણમાં યુએસ-યુકેને પાછળ છોડી દીધું

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…