WHO On Bird Flu/ કોરોના પછી હવે આ નવી બિમારી ડરાવી રહી છે, WHO પણ H5N1ના ફેલાવાને લઈને ચિંતિત; કહી આ મહત્વની વાત

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ગુરુવારે મનુષ્યો સહિત અન્ય પ્રજાતિઓમાં H5N1 બર્ડ ફ્લૂના ચેપના વધતા જોખમ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

Top Stories India
YouTube Thumbnail 2024 04 18T194751.979 કોરોના પછી હવે આ નવી બિમારી ડરાવી રહી છે, WHO પણ H5N1ના ફેલાવાને લઈને ચિંતિત; કહી આ મહત્વની વાત

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ગુરુવારે મનુષ્યો સહિત અન્ય પ્રજાતિઓમાં H5N1 બર્ડ ફ્લૂના ચેપના વધતા જોખમ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. “મને લાગે છે કે બર્ડ ફ્લૂ હજુ પણ એક મોટી ચિંતા છે,” WHOના મુખ્ય વૈજ્ઞાનિક જેરેમી ફરારએ જીનીવામાં પત્રકારોને જણાવ્યું હતું. WHOએ કહ્યું છે કે 2020માં શરૂ થયેલા વર્તમાન બર્ડ ફ્લૂ માટે હવે ગાય અને બકરીઓ પણ ચપેટમાં છે. તેનાથી સસ્તન પ્રાણીઓ માટે ખતરો વધી ગયો છે. જેરેમી ફરારએ કહ્યું કે તે હવે વૈશ્વિક ઝૂનોટિક પ્રાણી રોગચાળો બની ગયો છે.

ફારરે લોકોને ચેતવણી આપતાં કહ્યું, “આ ચોક્કસપણે એક મોટી ચિંતાનો વિષય છે કારણ કે તે પહેલા બતક અને મરઘીઓમાં ફેલાય છે અને પછી ઝડપથી સસ્તન પ્રાણીઓને ચેપ લગાડે છે. તે વાયરસ માણસોને પણ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો વાયરસ ખતરનાક છે. જે એક માણસથી બીજામાં કોરોના કરતા વધુ ઝડપી ફેલાઈ શકે છે.”

WHOએ કહ્યું, જો કે હજુ સુધી એવા કોઈ પુરાવા નથી કે ઈન્ફલ્યુએન્ઝા A (H5N1) વાયરસ મનુષ્યોમાં ફેલાઈ રહ્યો છે, પરંતુ આવા પ્રાણીઓના સંપર્કમાં રહેલા સેંકડો મનુષ્યો માટે તે જોખમમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે જો તે મનુષ્યોમાં ફેલાય છે તો મૃત્યુ દર અનેક ગણો વધી શકે છે.

તાજેતરના વર્ષોમાં, એવું નોંધાયું છે કે બર્ડ ફ્લૂના ચેપને કારણે લાખો જંગલી પક્ષીઓ મૃત્યુ પામ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, આ ચેપ સસ્તન પ્રાણીઓમાં પણ ફેલાવા લાગ્યો છે. WHOએ કહ્યું છે કે પહેલીવાર એવું જોવામાં આવી રહ્યું છે કે H5N1 વાયરસ પશુઓને અસર કરી રહ્યા છે.

WHOના રિપોર્ટ અનુસાર, આ વાયરસે અમેરિકાના આઠ રાજ્યોના ડેરી ઉદ્યોગને અસર કરી છે. WHOના મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું છે કે જ્યારે મનુષ્ય આવા ડેરી ઉદ્યોગના પ્રાણીઓના સંપર્કમાં આવે છે ત્યારે ઈન્ફલ્યુએન્ઝા A (H5N1) વાયરસથી સંક્રમિત થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની શાળાઓમાં 34 દિવસનું વેકેશન

આ પણ વાંચો:ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી

આ પણ વાંચો:અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે, શુક્રવારે વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ

આ પણ વાંચો:ભાવનગરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા