ગાંધીનગરઃ ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવે દિવસેને દિવસે ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે હીટવેવની પણ આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટવાના લીધે ગુજરાતમાં ગરમી શરૂ થઈ ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 એપ્રિલ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરાઈ છે. ખાસ કરીને, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઈ છે. દિવસ દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થશે.
હાલ સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગુજરાતની ધરતી જ્વાળામુખીને જેમ તપશે, તો સુરેન્દ્રનગરના રણમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો, હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમીનું એલર્ટ જાહેર કર્યું.
ગુજરાતીઓ રીતસાર ત્રાહિમામ પોકારી જાય તેવી ગરમીનો અહેસાસ આ સપ્તાહમાં થશે. તેનું સૌથી મોટું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં થયેલાં ફેરફાર. ખાસ કરીને તેની વધુ અસર આગામી બે દિવસોમાં જોવા મળશે. આજથી બે થી ત્રણ દિવસ તો તૌબા પોકારી જશો એવી ગરમી પડશે.
હીટવેવની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરી ગુજરાતમાં ગરમી ચાલુ થઈ ગઈ છે. કાળઝાળ ગરમીને કારણે ફરી ગુજરાતીઓને ધોમ ધખતો તાપ, અકળામણ અને બફારો સહન કરવાનો વારો આવશે. હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી
આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી