Loksabha Election 2024/ લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

કલેક્ટર કચેરી ખાતે અન્ય કાર્યકરો સાથે ઉમેદવારીપત્ર……………

Gujarat Top Stories
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 76 1 લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

Gujarat: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતમાંથી આજે 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે અન્ય કાર્યકરો સાથે ઉમેદવારીપત્ર ભર્યું છે.

આજે સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરી ઉમેદવારી પત્રક ભર્યું છે. કચ્છ બેઠક પરથી નિતેશ લાલન ઉમેદવારી પત્રક ભર્યું છે. અમદાવાદ પશ્ચિમથી ભરત મકવામા ઉમેદવારી પત્રક ભર્યું છે. અમરેલીથી જેનીબેન ઠુમ્મર ઉમેદવારી પત્રક ભર્યું છે. આ ઉપરાંત છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ઉમેદવારી પત્રક ભર્યું છે, વલસાડથી અનંત પટેલ ઉમેદવારી પત્રક ભર્યું છે. પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ ઉમેદવારી પત્રક ભર્યું છે. પોરબંદરથી લલિત વસોયા ઉમેદવારી પત્રક ભર્યું છે. પાટણથી ચંદનજી ઠાકોર પણ આજે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે. આ તમામ નેતાઓ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ભર્યું છે.

ગઇકાલે ભાજપ અને કોંગ્રેસના કેટલાય ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધા હતા. મનસુખ માંડવિયાથી લઇને ગેનીબેન ઠાકોર સુધીના ચર્ચિત ઉમેદવારોએ ગઇકાલે જ ઉમેદવારી પત્રક ભરી દીધા હતા.

જ્યારે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ, ડો. તુષાર ચૌધરી, જેની ઠુમ્મર, અનંત પટેલ, ભરત મકવાણાએ ઉમેદવારીપત્ર ભર્યું છે.

જામનગરના રણજીત નગર ખાતે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાએ જંગી જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત રણજીત નગર ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી જે.પી. મારવિયા દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે.

લોકસભાની 2014 અને 2019ની છેલ્લી બે ચૂંટણીમાં લગભગ સરખું જ મતદાન થયું હતું પણ 2014 કરતાં 2019માં મહિલાઓએ ઓછું મતદાન કર્યું હતું. 2014માં 75 ટકા અને 2019માં 74 ટકા મતદાન થયું હતું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ