લોકડાઉન/ કોરોના વકરતા રાજ્યના આ જીલ્લામાં લગાવાયું લોકડાઉન, જાણો કયા સુધી રહેશે આ પાબંધીઓ ?

મહેસાણામાં સતત કોરોનાના કેસ વધતા મહેસાણામાં નગરપાલિકા અને વેપારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 22 એપ્રિલ થી 2 મેં સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat Others
aa 7 કોરોના વકરતા રાજ્યના આ જીલ્લામાં લગાવાયું લોકડાઉન, જાણો કયા સુધી રહેશે આ પાબંધીઓ ?

મહેસાણામાં સતત કોરોનાના કેસ વધતા મહેસાણામાં નગરપાલિકા અને વેપારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 22 એપ્રિલ થી 2 મેં સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. મહેસાણા શહેરનાં તમામ બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે. ટાઉન હોલ ખાતે મળેલી બેછકમાં મહેસાણા શહેરનું બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે એવો નિર્ણય લેવાયો છે.

આ નિર્ણય પ્રમાણે મહેસાણા શહેરમાં 22 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાશે. લોકોને તકલીફ ના પડે એટલા માટે 20 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ મહેસાણા શહેરના બજારો આખો દિવસ ચાલુ રહેશે.

મહેસાણામા કોરોનાના કેસો વધતાં  સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને ફ્રુટ અને શાકભાજીની લારીઓ પર ભીડ થતાં તેને દૂર કરવા  નિર્ણય લેવાયો છે. તોરણવાડી ચોક, જૂની તાલુકા પંચાયત,મોઢેરા રોડ,વી કે વાડી,આશ્રય હોટલ, દ્વારકાપુરી ફ્લેટ અને GEB પાસે લારીઓ હટાવાશે.

આ પણ વાંચો : ICSE બોર્ડે 10 માં ધોરણની પરીક્ષા કરી રદ, 12 માં ધોરણની પરીક્ષાનો નિર્ણય જૂનમાં લેવાશે

મહેસાણા શહેર સહિત જિલ્લો કોરોનાની વિસ્ફોટક સ્થિતિએ પહોંચી ગયો છે. જેટ ગતિએ વધી રહેલું કોરોના સંક્રમણ ધીમુ પણ નથી પડી રહ્યું અને સોમવારે ફરીથી જિલ્લામાં ઓલ ટાઈમ હાઈ 390 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણા શહેરમાં 90, ગ્રામ્ય વિસ્તારમાં 43, ખાનગી તથા અન્ય જિલ્લાના પોર્ટલમાં નોંધાયેલા 16 મળી તાલુકામાં કુલ 149 જેટલા ખૂબ જ વધુ કેસ નોંધાયા હતા. જ્યારે વિસનગર તાલુકામાં ૫૩, કડી તાલુકામાં 51, સતલાસણા તાલુકામાં 38, વિજાપુર તાલુકામાં 30, ઊંઝા તાલુકામાં 29, બહુચરાજી તાલુકામાં 14, વડનગર તાલુકામાં 9, ખેરાલુ તાલુકામાં 9 અને જોટાણા તાલુકામાં 8 કેસ નવા નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં સોમવારે વધુ 5019 લોકોને કોરોના રસીકરણ કરાયું હતું. જે સાથે જિલ્લામાં કુલ 3,73,335 લોકોએ રસીકરણનો લાભ લીધો છે.

આ પણ વાંચો :કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે, શું તમારા શરીરમાં થઇ રહ્યું છે કંઇક આવું…

જિલ્લામાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ પૈકી સોમવારે 11 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા હતા. જે સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2877 થઈ ગઈ છે. મહેસાણા શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ વિસ્ફોટક રીતે વધી રહ્યું છે ત્યારે દર્દીઓની વધેલી સંખ્યાના કારણે તંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવા છતાં જિલ્લામાં વેન્ટિલેરવાળા અને ઓક્સિજનવાળા બેડ, દવાઓ ખૂટી પડ્યા હોઈ પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને સારવાર અપાવવા માટે લોકોએ કલાકો સુધી રઝળવું પડી રહ્યું છે.

આ પણ વાંચો :કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા

આ પણ વાંચો :શબવાહિનીઓ ખૂટી પડતા હવે શું 108માં લઈ જવાશે મૃતદેહો, આ છે પુરાવો