બનાસકાંઠા/ કોલ્ડસ્ટોરેજ ના ભાડા ઘટાડવા બનાસકાંઠા કિસાન સંઘ ની ચીમકી..

બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા થોડાક સમય પહેલા એસોસિયેશનની બેઠક બોલાવી કોલેજમાં મુકતા બટાટાના ભાડામાં વધારો કર્યો હતો જોકે આ વધારાના કારણે ખેડૂતો ઉપર સીધી અસર થતી હોય છે
Site title
Title

Gujarat
Untitled 8 1 કોલ્ડસ્ટોરેજ ના ભાડા ઘટાડવા બનાસકાંઠા કિસાન સંઘ ની ચીમકી..

બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ચાલુ કાલે કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારતા કિસાન સંઘ દ્વારા ભાડાનો વધારો ખેંચવા લેખિતમાં રજૂઆત કરી છે અને ભાડા નહીં ઘટે તો આંદોલનની ચીમકી પણ આપી છે.

બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા થોડાક સમય પહેલા એસોસિયેશનની બેઠક બોલાવી કોલેજમાં મુકતા બટાટાના ભાડામાં વધારો કર્યો હતો જોકે આ વધારાના કારણે ખેડૂતો ઉપર સીધી અસર થતી હોય છે જેથી બનાસકાંઠા કિસાન સંઘ દ્વારા વધારે ભાડું પરત ખેંચવા લેખિતમાં ભલામણ કરી છે અને આ બધું નહીં ઘટે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.

આ બાબતે કિસાન સંઘના પ્રમુખ મોહનલાલ માળીએ જણાવ્યું હતું કે ગત વર્ષનો ભાડું યથાવત રાખવા અને ચાલુ સાલે કોઈ જ વધારો ન કરવાની અમારી માંગ છે અને જો ત્રણ દિવસમાં ભાડું નહી ઘટે તો આંદોલન કરી કરીશું.

ગત 2021 માં જે ભાડું હતું તે યથાવત રાખવાની માંગ છે જોકે કોલ્ડસ્ટોરેજ એસોસિયેશન દ્વારા દર વર્ષે ભાડું વધારી ને ખેડૂતો પર લાખો નો બોજ નાખી દેવામાં આવતું હોય છે.

બોક્સ…બટાટા માં સતત એક તરફ નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ કોલ્ડસ્ટોરેજ ના ભાડા વધારી દેતા ખેડૂતો ને બટાટા નો સ્ટોક કરી રીતે કરવો તે મુંજવણ માં મૂકી દીધા છે.જોકે હાલ બટાટા નીકળવાનું શરૂ થયું છે અને ભાવ ન મળતા કોલ્ડસ્ટોરેજ માં મુકવા ખેડૂતો મજબુર બન્યા છે ત્યારે કોલ્ડસ્ટોરેજ એસોસિએશન તેનો લાભ ઉઠાવી રહ્યા છે.કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન ના ચેરમને ફુલચંદભાઈ કચ્છવા એ જણાવ્યું હતું કે કોલ્ડસ્ટોરેજ ના ભાડા માં પ્રતિ કિલો માત્ર 20 પૈસા વધારો કરાયો છે.

જે માત્ર ગ્રેડીગ ચાર્જ નો વધારો છે સાથે લાઈટબીલ, લેબર ખર્ચ,લોડીગ ખર્ચ,ઓઇલ ગેસ ના ભાવ વધતા આંશિક વધારો કર્યો છે.અને દેશ માં સૌથી ઓછું કોલ્ડસ્ટોરેજ નું ભાડું કોલ્ડસ્ટોરેજ માં મુકાતા ભાડા માં પ્રતિ કિલો ભાવ રૂ 2 હતા જે વધારી ને રૂ 2.20 કરાયા છે એટલેકે કિલો એ 20 પૈસા નો વધારો થયો છે એટલે એક 50 કિલો ની બેગ પર રૂ 10 વધારે ચૂકવવા પડશે આમ ત્રણ કરોડ બેગ ના સ્ટોક સામે રૂ 30 થી 32 કરોડ નો વધારો ચૂકવવો પડશે..