Not Set/ રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્રાજની તબિયતને લઇને ડો. પટેલનું ચિંતાજનક નિવેદન, આપી આવી વિગતો…

રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધીત્વ કરતા રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્રાજનો કોરોનાનાં પોઝિટિવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભય ભારદ્રાજની તબિયતમાં કોઇ સુધારો ન નોંધાતા અને તબિયત અચાનક લથડતા, તબિયતને લઇને રાજકોટનાં સિવિલ સર્જન ડો. પટેલ દ્વારા પોતાનાં નિવેદનમાં અભય ભારદ્રાજની તબિયતને લઇને માહિતી આપવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, રાજકોટ સિવિલ સર્જન ડો. અતુલ પટેલ દ્વારા પોતાનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ […]

Gujarat Rajkot
99559d438fa8e3d260c33862e2178c31 રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્રાજની તબિયતને લઇને ડો. પટેલનું ચિંતાજનક નિવેદન, આપી આવી વિગતો...

રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધીત્વ કરતા રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્રાજનો કોરોનાનાં પોઝિટિવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભય ભારદ્રાજની તબિયતમાં કોઇ સુધારો ન નોંધાતા અને તબિયત અચાનક લથડતા, તબિયતને લઇને રાજકોટનાં સિવિલ સર્જન ડો. પટેલ દ્વારા પોતાનાં નિવેદનમાં અભય ભારદ્રાજની તબિયતને લઇને માહિતી આપવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, રાજકોટ સિવિલ સર્જન ડો. અતુલ પટેલ દ્વારા પોતાનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ તબીબોની ટીમે અભય ભારદ્વાજની કરી તપાસ કરી રહી છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમ સારવાર કરી રહી છે. હાલમાં અભય ભારદ્રાજની સ્થિતિ અતિગંભીર કહી શકાય તેવી છે. કોરોના પોઝિટિવ આવ્યાને ત્રણ અઠવાડિયા પૂર્ણ થયા છે. પરંતુ શરિરમાં ઓક્સિજન-કાર્બનડાયોકસાઇડનું લેવલ જળવાતું નથી. અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી છે. ફેફસાંમાં લોહિનાં ગઠ્ઠા જામી જવાને કારણે સ્થિતિ નાજુક બની છે. 

ઉલ્લેખનીય છે કે, અભય ભારદ્રાજની તબિયતમાં કોઇ સુધારો ન નોંધાતા અને તબિયત અચાનક લથડતા અમદાવાદથી ત્રણ નિષ્ણાંત તબિબની ટીમ રાજકોટમાં ખાસ વિમાન દ્વારા તુરંત રવાનાં કરવામા આવી હતી. ડો. તુષાર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સિવિલ હોસ્પિટલના તબીબો સાથે અભય ભારદ્રાજની તબિયતને લઇને ચર્ચા કરી છે. હાલ તેઓ નિષ્ણાંત ડોક્ટરોની સારવાર હેઠળ છે અને હાલનાં સમયે અતિ ગંભીર સ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews