અમદાવાદઃ ગુજરાતમાં ગાત્રો ધ્રૂજવતી ઠંડી પડી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોએ જાણે ઠંડીની ચાદર ઓઢી લીધી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ફક્ત 24 કલાકમાં 8થી 12 ડિગ્રી ગગડ્યો છે.
રવિવાર સાંજથી સૂસવાટાભર્યા પવન ફૂંકાયા છે. મોડી સાંજથી લોકોને જાણે ડિસેમ્બરની ઠંડી હોય તેવો અહેસાસ થયો હતો. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 11.4 ડિગ્રી હતું. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને સિક્કીમમાં જબરદસ્ત હિમવર્ષા થઈ છે. તેના લીધે ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે અને ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોના લીધે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઠંડી આ સપ્તાહ પછી ઓસરવામાં આવે તેમ માનવામાં આવે છે. સોમવારે ઠંડા પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.6 ડિગ્રી ગગડીને 28.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.9 ડિગ્રી અને રવિવાર કરતાં દોઢ ડિગ્રી ગગડીને 13.3 ડિગ્રી નોંધાયું હતું.
જો કે બુધવારથી ઠંડા પવનોનું જોર ઘટતા શહેરમાં સવાર-સાંજ ઠંડક રહેશે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે ઉતરી ગયો હતો. માવઠા પછી રાજ્યના અનેક શહેરો ઠંડાગાર થઈ ગયા હતા. અમદાવાદનું લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં એકથી નવ ડિગ્રી ઘટ્યું હતું. આઠ શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં એકાએક ઠંડી વધી ગઈ છે. બે દિવસ રાજ્યભમાં પડેલા માવઠા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે ભારે પવન સાથે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ત્યારે ગુજરાતમાં માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી પાસે ગગડતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ