Ahmedabad/ પાલનપુરથી ઝડપેલા એક કરોડના ચરસ મામલે, મુખ્ય આરોપીની ધરપકડ કરતી ATS

પાલનપુરથી થી ઝડપાયેલા એક કરોડના ચરસના કેસમાં એટીએસ એ  મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે ઇમો સલીમ ખાન મલેક ની ધરપકડ કરી છે. પોલીસે અગાઉ આ કેસમાં પાલનપુરના મહાકાલ હોટલ પાસેથી વેગેન-આર માં એક કરોડની હેરાફેરી નું રેકેટ ઝડપાયું હતું.  જેમાં એક કરોડના ચરસ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય આરોપી

Ahmedabad Gujarat
ATS
  • પોલીસે મુખ્ય આરોપી  ઇમરાન ઉર્ફે ઇમો સલીમ મલેક ની નારોલ સર્કલ પાસેથી ધરપકડ કરી
  • અગાઉ એક કરોડના ચરસ ના આ કેસમાં બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે
  • પાલનપુરમાં મહાકાલ હોટલ પાસેથી ઝડપાયું હતું ચરસની હેરાફેરી નું રેકેટ
  • પોલીસે ઝડપેલા મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે ઈમો મુંબઈ માં પણ જેલની સજા કાપી ચૂક્યો છે
  • 2011થી 2014  સુધી ચરસના કેસમાં જેલની સજા કાપી હતી
  • મુંબઈમાં ઇમરાન ચરસના આરોપી નિતીન શિવાજી ચીકને સાથે મળીને ચરસ નો કારોબાર કરતો હતો
  • ATS પોલીસે કૌભાંડના  મુળ સુધી પહોંચવા પૂછપરછની કવાયત હાથ ધરી

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

પાલનપુરથી થી ઝડપાયેલા એક કરોડના ચરસના કેસમાં એટીએસ એ  મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે ઇમો સલીમ ખાન મલેક ની ધરપકડ કરી છે. પોલીસે અગાઉ આ કેસમાં પાલનપુરના મહાકાલ હોટલ પાસેથી વેગેન-આર માં એક કરોડની હેરાફેરી નું રેકેટ ઝડપાયું હતું.  જેમાં એક કરોડના ચરસ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય આરોપી સલીમ મલેક પકડાવાનો બાકી હતો.  જે બાબતે એટીએસને બાતમી મળતા નારોલ સર્કલ પાસેથી એક કરોડના સરસ માં વોન્ટેડ જાહેર કરાયેલા ઇમરાન ઉર્ફે ઇમો સલીમ મલિક ની ધરપકડ કરી છે.

ઇમરાન અગાઉ પણ મુંબઇ ખાતે ચરસના કેસમાં જેલમાં સજા કાપી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૪ સુધી મુંબઈની જેલમાં સજા કાપી ને બહાર આવ્યો હતો. મુંબઈ માં નિતીન શિવાજી ચીકને સાથે મળીને ચરસનો કારોબાર કરતો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી તે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવ્યો હોવાની હકીકત સામે આવતા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક કરોડની ચરસના કેસમાં મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે ઇમો સલીમ શેખ ની ધરપકડ કરી છે. ઝડપાયેલા મુખ્ય આરોપી ઇમરાન મલેક ની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી હાલ પોલીસે શક્યતા વ્યક્ત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.