Not Set/ જાણો, વ્યંધત્વ (વાંજીયાપણું) એટલે શું ? અને કયા કારણો જવાબદાર છે આ માટે ?

આજના ટેકનોલોજીના યુગમાં દંપતી વચ્ચે વ્યંધત્વ એક મોટી સમસ્યા બની ગઈ છે અને લોકો પાસે આ સમસ્યાને લઇ પૂરેપૂરું જ્ઞાન ન હોવાથી ક્યારેક મુશ્કેલી પણ થતી હોય છે. જેથી વ્યંધત્વ અંગે જાણવું ખુબ જરૂરી છે.

Uncategorized
a 9 જાણો, વ્યંધત્વ (વાંજીયાપણું) એટલે શું ? અને કયા કારણો જવાબદાર છે આ માટે ?

આજના ટેકનોલોજીના યુગમાં દંપતી વચ્ચે વ્યંધત્વ એક મોટી સમસ્યા બની ગઈ છે અને લોકો પાસે આ સમસ્યાને લઇ પૂરેપૂરું જ્ઞાન ન હોવાથી ક્યારેક મુશ્કેલી પણ થતી હોય છે. જેથી વ્યંધત્વ અંગે જાણવું ખુબ જરૂરી છે.

વ્યંધત્વ વિષે IVF સ્પેશિયાલિસ્ટ ડો. આનંદ ભટ્ટ જણાવે છે કે, વ્યંધત્વ એટલે કે, લગ્નના એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારના બાળક ન રહે અને આ માટે કોઈ પણ પ્રકારના સાધનોનો કે દવાનો ઉપયોગ કરવામાં ન આવે તો પણ પ્રેગનેન્સી એક વર્ષ સુધી ન રહે તેને વ્યંધત્વ કહેવામાં આવે છે.

હવે વ્યંધત્વ કયા કારણોસર થઇ શકે અને આ માટે કોણ જવાબદાર હોય, તેની વાત કરીએ તો, આ માટે બંને પુરુષ અને સ્ત્રી એમ બંને બાળક રાખવા માટે જવાબદાર હોય છે. આ માટે જયારે પણ તપાસ કરાવવામાં આવે તો, બંનેએ તપાસ કરાવવી જોઈએ. પુરુષે આ મામલે એવું જ માનવું જોઈએ કે, વ્યંધત્વ માટે માત્ર સ્ત્રી જવાબદાર છે, પરંતુ તે ખોટું છે.

વ્યંધત્વ માટે જવાબદાર કારણો

1. હવે વ્યંધત્વના મામલમાં સ્ત્રીના કયા કારણો હોય તો તે, અંડાશયના કારણો હોઈ શકે છે. અંડાશયમાં સ્ત્રી બીજ ઓછા હોવા, સ્ત્રી બીજ વધુ માત્રામાં હોવા, સ્ત્રી બીજ ન હોવા અંડાશયમાં ગાઠ હોવી.

2. વ્યંધત્વ બીજા કારણ જોઈએ તો, તે નળીમાં પણ હોય શકે છે જેમ કે, નળી ચીપકી ગઈ હોવી, નળી ચોંટી ગઈ હોવી, નળીમાં પાણીનો ભરાવો, નળીમાં પરુનો ભરાવો, નળીની દિશા બદલાઈ ગઈ હોય હોવા જેવા કારણો હોઈ શકે છે.

3. વ્યંધત્વમાં ગર્ભાશયનું કારણ પણ મોટું જવાબદાર ગણાય છે, જેમાં ગર્ભાશયની દીવાલ બરાબર ન હોવી, ગર્ભાશયમાં હાઈબ્રોડની ગાંઠ હોવી, ગર્ભાશયમાં પોષણવાળી દીવાલ ન હોવી, ગર્ભાશય મસો હોવું, સોજો હોવું અને ગર્ભાશયના આંતરિક સ્ટ્રકચરમાં સમસ્યા હોવી.

વધુ વિગતો જાણવા માટે જુઓ આ વિડીયો અને રૂબરૂ થાવ ડો. આનંદ ભટ્ટ સાથે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ