ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah) ગુજરાતમાં 750 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતમાં વિકાસની ગંગાની અવિરત ધારા જારી રાખશે.
અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિકાસકાર્યોની ભેટ આપશે. તેમા 758 કરોડના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત સેક્ટર 21માં સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરશે. તેની સાથે ગુડાના 2663 આવાસનો ડ્રો યોજાશે.
તેઓ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે. તેની સાથે 4.18 કરોડના ખર્ચે તૈયાર થયેલી ચાર સ્કૂલના નવા મકાનનું લોકાર્પણ કરશે. આ સિવાય 50 લાખના ખર્ચે તૈયાર થયેલા ચ-2 ટ્રાફિક સર્કલનું લોકાર્પણ કરશે. સેક્ટર-6માં ડોક્ટર હાઉસ પાસેના પાર્કિંગનું પણ લોકાર્પણ કરશે. તેની સાથે પાવરગ્રિડ કોર્પોરેશને આપેલા રોડ સ્વીપર મશીન પણ તંત્રને સોંપાશે. આ સિવાય રાયસણ સિગ્નેચર બ્રિજ પાસેના બગીચાનું પણ તેઓ લોકાર્પણ કરશે.
તેની સાથે તેઓ કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે. આધુનિક સગવડોથી સજ્જ મેડિકલ કોલેજ 150 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. તેનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યુ હતુ. 30 વર્ષ પહેલા સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળની સ્થાપના થઈ હતી. તેના નેજા હેઠળ સ્કૂલ, બી.એડ. કોલેજ, પીટીસી કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ અને લો કોલેજ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ