Not Set/ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડતાં, ખેડૂત અને ખેલૈયા બંનેની ચિંતામાં વધારો

ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેને કારણે ઘણી જગ્યાએ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે. જેથી ગરબા આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા હતા. તો સાથે સાથે ગુજરાતનાં ખેડૂતોમ પણ લીલા દુકાળ અને પાક નિષ્ફળ જવાની ભીતિથી પીડાઈ રહ્યાં છે. ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો […]

Top Stories Gujarat Others
rain ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડતાં, ખેડૂત અને ખેલૈયા બંનેની ચિંતામાં વધારો

ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેને કારણે ઘણી જગ્યાએ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે. જેથી ગરબા આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા હતા. તો સાથે સાથે ગુજરાતનાં ખેડૂતોમ પણ લીલા દુકાળ અને પાક નિષ્ફળ જવાની ભીતિથી પીડાઈ રહ્યાં છે.

ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. જેના કારણે ખેડૂત અને ખેલૈયા બંનેની મુશ્કેલી વધી ગઇ છે. વડોદરામાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અને 11 વાગ્યે અચાનક વરસાદી ઝાપટુ પડ્યું હતું. જેને પગલે ગરબાના આયોજનમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા ઉભી થઇ હતી. ગરબા આયોજકો પણ આજના બદલાયેલા વાતાવરણથી ચિંતામાં મૂકાયા હતા.

rain 4 ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડતાં, ખેડૂત અને ખેલૈયા બંનેની ચિંતામાં વધારો

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. તો અમરેલીમાં આભ  ફાટવાની ઘટના બની હતી. અઢી કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો.  ઠેર ઠેર પાણી ભરવાની ઘટના બની છે.

દ્વારકા

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. જામખંભાળિયા નગર પાલિકા અને ધરમપુર અને શક્તિ નગર ગ્રામ પંચાયત એમ કુલ ત્રણની હદમાં આવતા રસ્તા પર છેલ્લા ત્રણ મહિનાથી વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજુઆત કરવામા આવી છે. પરંતુ કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી લોકો વરસાદી પાણીની સમસ્યાથી હેરાન છે

rain1 ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડતાં, ખેડૂત અને ખેલૈયા બંનેની ચિંતામાં વધારો

કચ્છ

છઠ્ઠા નોરતે કચ્છના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. નખત્રાણમાં બે, લખપતમાં એક, ગાંધીધામ અને અંજારમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. રાપર સહિત વાગડ વિસ્તારમાં અંદાજે એક થી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. માતાનામઢમાં વરસાદનું જોરદાર ઝાપટું પડતા બજારમાં પાણી-પાણી થઈ ગયું હતું. નખત્રાણા તાલુકાના રવાપર નાગવીરી વચ્ચેની નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહારને અસર થઈ હતી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડતાં, ખેડૂત અને ખેલૈયા બંનેની ચિંતામાં વધારો

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.