Not Set/ Gujarat લોકસભા ચૂંટણી સમિતિમાંથી રૂપાણી અને વાઘાણી બહાર, નીતિન પટેલ ઇન

અમદાવાદ: Gujarat વિધાનસભાની ચૂંટણીમાં નબળાં દેખાવ થયા બાદ લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એક વર્ષ અગાઉ કવાયત હાથ ધરી દીધી છે. જેના ભાગ રૂપે પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ કમિટીમાંથી સીએમ રૂપાણી, પ્રદેશ પ્રમુખ વાઘાણી અને પ્રદેશ મહામંત્રી સંગઠન ભીખુભાઈ દલસાણિયાની બાદબાકી કરાઈ છે […]

Ahmedabad Top Stories Gujarat Trending Politics
Rupani and Vaghani out of Gujarat's committee for Lok Sabha elections, Nitin Patel is in

અમદાવાદ: Gujarat વિધાનસભાની ચૂંટણીમાં નબળાં દેખાવ થયા બાદ લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એક વર્ષ અગાઉ કવાયત હાથ ધરી દીધી છે. જેના ભાગ રૂપે પ્રદેશ હોદ્દેદારોની બેઠકમાં 11 સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ કમિટીમાંથી સીએમ રૂપાણી, પ્રદેશ પ્રમુખ વાઘાણી અને પ્રદેશ મહામંત્રી સંગઠન ભીખુભાઈ દલસાણિયાની બાદબાકી કરાઈ છે જયારે ડે.સીએમ નિતીન પટેલ, રૂપાલા, માંડવિયા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને જોઈએ તેવું પરિણામ મળ્યું ન હતું જેના કારણે સત્તા માટે જરૂરી એવી બેઠકો કરતા માત્ર ગણતરીની બેઠક જ હાંસલ થઈ હતી. જેના કારણે આગામી વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ફરી એક વખત તમામેતમામ એટલે કે ૨૬ બેઠકો પર વિજય મેળવવો એ ગુજરાત ભાજપ માટે ખૂબ જ કપરી બાબત બની રહેશે. આથી ગુજરાત ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના એક વર્ષ અગાઉથી કવાયતો આરંભી દેવામાં આવી છે. કારણ કે ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાથી ગુજરાતમાંથી લોકસભાની વધુમાં વધુ બેઠકો ભાજપને મળે તે માટેના પ્રયાસો કરવા ભાજપના મોવડીમંડળ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

મોવડીમંડળની સૂચનાઓના પગલે ભાજપના પ્રદેશ હોદ્દેદારોની આજે મહત્વની એક બેઠક પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે મળી હતી. આ બેઠકમાં ૧૧ સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણી સમિતિમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને સ્થાન આપવામાં આવ્યું નથી. જયારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, કેન્દ્રીયમંત્રીઓ પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રદેશ ભાજપના હોદેદારોની મળેલી આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને સમગ્ર ચૂંટણીની બાગડોર સોંપવામાં આવી હોવાથી તેમનો આ ૧૧ સભ્યોની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી માટે ૧૧ સભ્યોની લોકસભા ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ અને ગણપત વસાવા, બીજેપીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ઉપ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ અને આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.