Fraud/ નિવૃત PSI અને પુત્ર સાથે 58 લાખથી વધુની છેતરપીંડી, ભાગીદારી પેઢીમાં રોકાણના નામે પૈસા લઈ બે શખ્સો ફરાર

અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત PSI ના દીકરાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ભાવેશ પુરી મહેન્દ્ર પુરી બાવા નામના 31 વર્ષીય યુવક કે જેઓ ગોતા ખાતે રહે છે,

Top Stories Ahmedabad Gujarat Trending
Analyst Meeting નિવૃત PSI અને પુત્ર સાથે 58 લાખથી વધુની છેતરપીંડી, ભાગીદારી પેઢીમાં રોકાણના નામે પૈસા લઈ બે શખ્સો ફરાર

અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત PSI ના દીકરાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ભાવેશ પુરી મહેન્દ્ર પુરી બાવા નામના 31 વર્ષીય યુવક કે જેઓ ગોતા ખાતે રહે છે, તેઓની ઓળખાણ વર્ષ 2017માં નવરંગપુરામાં રહેતા દર્શન પ્રવિણચંદ્ર વ્યાસ સાથે થઈ હતી અને તેની મારફતે સુરતના વિશાલ ગાંધી સાથે પરિચયમાં આવ્યો હતો. જેમાંથી દર્શન વ્યાસ ધર્મ હેલ્થ કેર નામની પ્રોપરાઇટરશીપ ધરાવે છે તેમ જ દર્શન વ્યાસ અને વિશાલ ગાંધી સંયુક્ત રીતે રીધમ ડિવાઇન હેલ્થ કેરના નામે દવા ટ્રેડિંગ કંપનીની ભાગીદારી પેઢી ચલાવે છે. આ બંને કંપનીમાં બનાવવાનું અને ટ્રેડિંગનું કામ કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

WhatsApp Image 2021 02 17 at 8.45.42 PM નિવૃત PSI અને પુત્ર સાથે 58 લાખથી વધુની છેતરપીંડી, ભાગીદારી પેઢીમાં રોકાણના નામે પૈસા લઈ બે શખ્સો ફરાર

ભાવેશ પુરીના પિતા મહેન્દ્ર પુરી કડી જિલ્લામાં બાવલુ પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેઓ નિવૃત્ત થતા તેઓના પીએફ/ગ્રેજ્યુઇટીના પૈસા મળ્યા હોવાની માહિતી આ બન્ને શખ્સોને હોવાથી તેઓએ તે પૈસા અને યુવક પાસેના પૈસા પોતાની પેઢીઓમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું.. રોકાણ કરવાથી સારો નફો થશે તેમ જ યુવક અને તેના પિતાને કંપનીમાં નોકરીએ રાખવાની લાલચ અને ભરોસો આપી પોતાની કંપનીમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું. આરોપીઓના વિશ્વાસમાં આવીને ભાવેશ ગીરીએ દર્શન વ્યાસની ધર્મ હેલ્થ કેર નામની પ્રોપરાઇટર પેઢીના બેંક એકાઉન્ટમાં પિતાના ખાતામાંથી 15 લાખ 62 હજાર 500 તેમજ પોતાના ખાતામાંથી 11 લાખ 40 હજાર તેમજ માતાના ખાતામાંથી 3 લાખ 27 હજાર 506 રૂપિયા બેંક ટ્રાન્સફર કર્યા હતા. તેમ જ 20 લાખ 12 હજાર 500 રૂપિયા રોકડા ચૂકવી કુલ ૫૦ લાખ 42 હજાર 500 ની રકમ દર્શન વ્યાસની ધર્મ હેલ્થ કેર કંપનીમાં ચૂકવ્યા હતા.

a 228 નિવૃત PSI અને પુત્ર સાથે 58 લાખથી વધુની છેતરપીંડી, ભાગીદારી પેઢીમાં રોકાણના નામે પૈસા લઈ બે શખ્સો ફરાર

દર્શન વ્યાસ અને વિશાલ ગાંધીની પાર્ટનરશીપની કંપનીના બેંક ખાતામાં યુવકના પિતાએ પોતાના ખાતામાંથી 3 લાખ 50 હજાર અને યુવકના ખાતામાંથી 4 લાખ 62 હજાર 500 એમ કુલ મળીને 8 લાખ 12 હજાર 500 ની રકમ ટ્રાન્સફર કરી હતી. બંને આરોપીઓએ ભાવેશ પુરી તેમજ નિવૃત PSI મહેન્દ્ર પુરીના ખાતામાંથી મળેલી રોકડની 58 લાખ 55 હજારની રકમ મેળવી બંને આરોપીઓએ યુવકને રીધમ ડિવાઇન હેલ્થ કેરમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરીએ રાખી તેના PSI પિતાને ધર્મ હેલ્થ કેરમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી પર રાખ્યા હતા.

a 229 નિવૃત PSI અને પુત્ર સાથે 58 લાખથી વધુની છેતરપીંડી, ભાગીદારી પેઢીમાં રોકાણના નામે પૈસા લઈ બે શખ્સો ફરાર

વર્ષ 2019 માં ભાવેશ ગીરીએ તમામ રકમનો સમજૂતી કરાર કર્યો હતો, જે કરાર મુજબ તે જ્યારે પણ પૈસા પરત માગે ત્યારે આરોપીઓએ પરત આપવાનું નક્કી કરાયું હતું. સિક્યુરીટી પેટે ધર્મ હેલ્થ કેર કંપનીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 33 લાખનો ચેક તેમજ રીધમ ડિવાઇન હેલ્થ કેર કંપનીના અલગ-અલગ ચેકો આપ્યા હતા. આરોપીઓએ યુવકને અને તેના પિતાને માર્ચ 2019થી પગાર આપતા ન હોવાથી તેણે નોકરી છોડી હતી અને આરોપીઓએ તેઓની કંપનીમાં રોકાણ કરવાના બહાના હેઠળ તેની પાસેથી માતબર રકમ મેળવી લીધો હોવાનું તેને જણાઈ આવ્યુ હતુ.

Image result for money fraud

ભાવેશપુરીને પૈસાની જરૂર ઉભી થતા પોતાની રકમ પાછી માંગી હતી, ત્યારે આ આરોપીઓએ રકમ પરત આપી નહીં તેમજ દર્શન વ્યાસે તેની ધર્મ હેલ્થ કેર નામની પ્રોપરાઇટર પેઢી તથા બંને આરોપીઓની સંયુક્ત પાર્ટનરશીપ ધરાવતી રીધમ ડિવાઇન હેલ્થ કેર કંપની બંધ કરી દીધી હતી અને આરોપીઓએ સિક્યુરીટી પેટે આપેલ ચેક ભાવેશપુરીએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. અંતે યુવકની જાણ થઈ કે આ બંને શખ્સોએ તેની અને નિવૃત પીએસઆઇ પિતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે અંતે આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવકે દર્શન વ્યાસ અને વિશાલ ગાંધી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…