Jamnagar/ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસસ્થળ ગામની સીમમાંથી સિંહણ નો દફન કરેલ મૃતદેહ મળ્યો

પાપ છુપાવવા બે શખસોએ મૃતદેહ દફનાવી દીધો

Gujarat Top Stories
lioness dies due to electrocution from illegal electric wire જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસસ્થળ ગામની સીમમાંથી સિંહણ નો દફન કરેલ મૃતદેહ મળ્યો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસથળ ગામ મી સીમ માં જમીન માં દફનાવેલ સિંહણ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ થતાં જ જામનગર ના વન વિભાગ ના અધિકારી ઓ તેમજ જુનાગઢ થી પણ વિભાગ ની ટીમ તાકીદે દોડી પહોંચી છે. અને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

કાલાવડ તાલુકા નાં હંસસ્થળ ગામ પાસે રેડિયો કોલર લગાવાયેલ એક સિંહણ નું લોકેશન મળતું હતું .પરંતુ સિંહણ ક્યાંય જોવા મળતી ન હતી . આથી વન વિભાગ ની ટીમના જવાનો દ્વારા સિંહણ ની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક ખાણ નજીક ઝાળી – ઝખરા જવચ્ચે કોઈ પ્રાણી નું મૃત્યુ થયું હોય તેવી વાસ આવતી હતી પરિણામે વન વિભાગ દ્વારા આ આ સ્થળે જમીનમાં ખોદકામ કરવામાં આવતા જમીન માં દફનાવામાં આવેલ સિંહણ નો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવવાની જાણ થતા છે જુનાગઢ થી વન વિભાગના અધિકારી રમેશ તેમજ એફ એસ એલ ની ટીમ જામનગર દોડી આવી હતી. આસપાસના ખેડૂતો ની પૂછપરછ કરી તપાસ કરતા એક ખેડૂતની વાડીમાં જંગલી જનાવર દ્વારા થતા નુકસાન થી બચવા માટે વાડી ખેતરને ફરતે ફેન્સીંગમાં વીજ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હોવાનું અને તે ફેન્સીંગ ને અડકી જતા સિંહણ નું મૃત્યુ થયું હોવાનું એફ એસ એલ ની તપાસમાં ખુલવા પામ્યું હતું.

આ પછી ડર ના માર્યા કેટલા લોકોએ શિહણ ના મૃતદેહ ને જમીનમાં દફનાવી દીધો હતો તેટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. પરિણામે વન વિભાગ દ્વારા બે શખ્સોની હાલ અટકાયત કરવામાં આવી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…