સસ્પેન્ડ/ સંયુક્ત કિસાન મોરચાએ યોગેન્દ્ર યાદવને એક મહિના માટે સસ્પેન્ડ કર્યા,જાણો કારણ

પંજાબમાં કેટલાક ખેડૂત સંગઠનો યોગેન્દ્ર યાદવના ભાજપના કાર્યકરના ઘરે જવાના પગલાથી નારાજ હતા. જે બાદ હવે કિસાન મોરચાએ તેcની વિરુદ્ધ કાર્યવાહી કરી છે

Top Stories
yadav સંયુક્ત કિસાન મોરચાએ યોગેન્દ્ર યાદવને એક મહિના માટે સસ્પેન્ડ કર્યા,જાણો કારણ

ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ યોગેન્દ્ર યાદવને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. યોગીન્દ્ર યાદવે લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરના ઘરે મુલાકાત લીધા બાદ મોરચાએ આ નિર્ણય લીધો છે. યોગેન્દ્ર યાદવ લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ભાજપના કાર્યકરના ઘરે ગયા હતા. 12 ઓક્ટોબરે તેણે પોતાના ટ્વિટર હેન્ડલથી ઘરે જવાની તસવીર પણ શેર કરી છે. બંને તસવીરોમાં યોગેન્દ્ર યાદવ મૃતકના પરિવાર સાથે વાત કરતા જોવા મળે છે.

યોગેન્દ્ર યાદવે ટ્વીટમાં કહ્યું છે કે, ‘શહીદ ખેડૂતો શ્રદ્ધાંજલિ સભામાંથી પરત ફરતા ભાજપના કાર્યકર શુભમ મિશ્રાના ઘરે ગયા હતા. પરિવાર અમારાથી નારાજ ન થયો. માત્ર ઉદાસ હૃદયથી પ્રશ્ન પૂછ્યો શું આપણે ખેડૂતો નથી? અમારા દીકરામાં શું વાંક ?તમારા સાથીએ એકશન રિએકશન પર વાત કેમ નહી ?

પંજાબમાં કેટલાક ખેડૂત સંગઠનો યોગેન્દ્ર યાદવના ભાજપના કાર્યકરના ઘરે જવાના પગલાથી નારાજ હતા. જે બાદ હવે કિસાન મોરચાએ તેcની વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. યોગેન્દ્ર યાદવ ખેડૂત આંદોલનમાં ખૂબ જ સક્રિય રહ્યા છે અને ઘણી જગ્યાએ સભાઓ પણ સંબોધી છે.