Dwarka/ રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

ક્ષત્રિય સમાજે રૂપાલાને ટિકિટ રદ થાય તે માટે દ્વારકાના ભાતેલ ગામે બોર્ડ માર્યું છે કે,  રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ………

Gujarat Top Stories
Beginners guide to 2024 04 08T150736.898 રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

Dwarka News: ગુજરાતમાં ભાજપના રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના પગલે ક્ષત્રિય સમાજ આ અંગે રાજ્યના વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે દ્વારકાના આખેઆખા ભાતેલ ગામે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો છે. ગામ બહાર જ એક બોર્ડ માર્યુ છે. જેમાં લખ્યું છે કે, રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.

ક્ષત્રિય સમાજે રૂપાલાને ટિકિટ રદ થાય તે માટે દ્વારકાના ભાતેલ ગામે બોર્ડ માર્યું છે કે,  રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં. ક્ષત્રિય સમાજના લોકોએ ગામના પ્રવેશદ્વાર પર બેનર લગાવીને રૂપાલાનો વિરોધ કર્યો છે. આ બેનર પર તેઓ જણાવે છે કે, ક્ષાત્રધર્મ યુગે યુગે અમે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ – ભાતેલ વિરોધ કરીએ છીએ કે, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ભાતેલ ગામમાં આવવું નહીં અને સમસ્ત ભાતેલ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરે છે.

રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેર લોકસભા બેઠકના ઉમેદવાર અને ક્ષત્રિય સમાજના આગેવાન ભાટીએ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજના વિરોધમાં સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, ટિકિટ આપવી એ પાર્ટીનું કામ છે અને ઉમેદવારને આગળ મોકલવો કે, ત્યાં જ રોકી દેવો એ સમાજના હાથમાં હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ