Not Set/ પરીક્ષા આપવા જતી ધો-10ની વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોએ સળગાવી ટ્રક

આણંદ, આણંદમાં ટ્રકની અડફેટે એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું. સામરખા રોડ પરની આ ઘટના છે કે જ્યાંથી એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે જઇ રહી હતી. આ દરમિયાન પૂરઝડપે આવતાં ટ્રકચાલકે વિદ્યાર્થીનીને ટક્કર મારી હતી. જેને લઇને આ વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીની ધોરણ-10ના  બોર્ડની પરીક્ષા આપવા માટે […]

Gujarat

આણંદ,

આણંદમાં ટ્રકની અડફેટે એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું. સામરખા રોડ પરની આ ઘટના છે કે જ્યાંથી એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે જઇ રહી હતી. આ દરમિયાન પૂરઝડપે આવતાં ટ્રકચાલકે વિદ્યાર્થીનીને ટક્કર મારી હતી.

જેને લઇને આ વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીની ધોરણ-10ના  બોર્ડની પરીક્ષા આપવા માટે જઇ રહી હતી. જેનું મોત થતાં પરિવારજનોમાં આભ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાઇ હતી. તો બીજી તરફ ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ  ટ્રકની સળગાવી દીધી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો.