Not Set/ સુનિલ ગ્રોવર ભાભીજી સાથે જમાવશે જોડી

મુંબઇ,  કપિલ શર્માના કોમેડી શોમાંથી નીકળી ગયેલા ‘ડોક્ટર મશહુર ગુલાટી’ એટલે કે ‘સુનીલ ગ્રોવર’ હવે પોતાનો શો શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.કોમેડિયન સુનીલ ગ્રોવર હવે સોલો કોમેડી શો કરવાની તૈયારીઓ કરી રહ્યો છે સુનીલને કપિલ શર્માના શો માંથી દર્શકોનો ઘણો પ્રિય બની ગયો હતો.જો કે એક ફ્લાઇટમાં કપિલ અને સુનીલ વચ્ચે તુતુ મેમે થઇ ગયા […]

Entertainment

મુંબઇ, 

કપિલ શર્માના કોમેડી શોમાંથી નીકળી ગયેલા ‘ડોક્ટર મશહુર ગુલાટી’ એટલે કે ‘સુનીલ ગ્રોવર’ હવે પોતાનો શો શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.કોમેડિયન સુનીલ ગ્રોવર હવે સોલો કોમેડી શો કરવાની તૈયારીઓ કરી રહ્યો છે સુનીલને કપિલ શર્માના શો માંથી દર્શકોનો ઘણો પ્રિય બની ગયો હતો.જો કે એક ફ્લાઇટમાં કપિલ અને સુનીલ વચ્ચે તુતુ મેમે થઇ ગયા પછી બંને વચ્ચેના અબોલા હજુ તુટ્યા નથી.કપિલ તેનો શો ફરી પાછો શરૂ કરી રહ્યો છે પરંતું તેમાં સુનિલ જોવા નહીં મળે.

જો કે સુનીલ પણ કપિલ સાથે હાથ મેળવવા તૈયાર નથી અને તેના નવા શોની તૈયારી કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે સુનીલ આ શો બીગ બોસ-11ની વિજેતા શિલ્પા શિંદે તેની સાથે જોવા મળશે.

બીગ બોસ-11 પહેલા શિલ્પા શિંદે ટીવી પર આવી રહેલ શો ભાભીજી ઘર પર હૈમાં થી લોકપ્રિયતા મેળવી હતી.હવે શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવર સાથે જોડી જમાવશે.