Not Set/ હીનાને પછાડી શિલ્પા શિંદેએ જીત્યો બીગ બોસનો ખિતાબ 

મુંબઇ, ત્રણ મહિના પહેલા શરુ થયેલ રીયાલીટી શો બિગબોસ ૧૧ નો સફર પુરી થઇ હતી. ૧૯ કન્ટેસ્ટંટની સાથે શરુ થયેલ બિગ બોસને તેનો વિનર મળી ગયો છે. જી હાં, આ વિનર કોઈ અન્ય નહિ પરંતુ અંગૂરી ભાભી શિલ્પા શિંદે છે. શિલ્પા શિંદે ટીવીની લાડલી બહુ હીના ખાનને હરાવી આ ટ્રોફી પોતાના નામે કરી દીધી છે. શિલ્પાને દરેક વાર દર્શકો […]

Entertainment
Untitled mi હીનાને પછાડી શિલ્પા શિંદેએ જીત્યો બીગ બોસનો ખિતાબ 

મુંબઇ,

ત્રણ મહિના પહેલા શરુ થયેલ રીયાલીટી શો બિગબોસ ૧૧ નો સફર પુરી થઇ હતી. ૧૯ કન્ટેસ્ટંટની સાથે શરુ થયેલ બિગ બોસને તેનો વિનર મળી ગયો છે. જી હાં, આ વિનર કોઈ અન્ય નહિ પરંતુ અંગૂરી ભાભી શિલ્પા શિંદે છે.

શિલ્પા શિંદે ટીવીની લાડલી બહુ હીના ખાનને હરાવી આ ટ્રોફી પોતાના નામે કરી દીધી છે.

8 1 હીનાને પછાડી શિલ્પા શિંદેએ જીત્યો બીગ બોસનો ખિતાબ 

શિલ્પાને દરેક વાર દર્શકો તરફથી વધારે પ્રેમ મળ્યો છે. જેને લઈને હીના ખાન અને વિકાસ ગુપ્તા વધારે નાખુશ રહેતા હતા. પરંતુ બિગ બોસના વિનર બન્યા પછી શિલ્પાએ સાબિત કરી દીધું છે કે, તે દર્શકોના દિલ પર રાજ કરે છે.

આમ તો આ શોના વિનરને ટ્રોફીની સાથે ૫૦ લાખ રૂપિયાની પ્રાઈઝ મની આપવામાં આવે છે પરંતુ અંતિમ ટાસ્કમાં વિકાસ ગુપ્તા ૬ લાખ રૂપિયા જીત્યો હતો અને આ રકમ પ્રાઈઝ મનીમાંથી કટ કરી દેવામાં આવી હતી.

1512471522 shilpa shinde હીનાને પછાડી શિલ્પા શિંદેએ જીત્યો બીગ બોસનો ખિતાબ 

બીગ બોસના વિનર તરીકે શિલ્પાને ૪૪ લાખ રૂપિયા પ્રાઈઝ મની તરીકે આપવામાં આવી હતી.

શિલ્પાની સફર આ સીઝનમાં ઘણી યાદગાર રહી છે. શિલ્પાએ પ્રથમ દિવસથી જ દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. શિલ્પા અને વિકાસ ગુપ્તાની લડાઈ આ સીઝનનો ચર્ચાનો વિષય બનીને રહી હતી.

 કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે.