Israel Hamas war: પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલમાં સ્થિતિ અત્યત ખરાબ છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા હતા કે, બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા પણ ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. પરંતુ હવે માહિતી મળી રહી છે કે, નુસરત ભરૂચાને શોધી કાઢવામાં આવી છે. તેઓ સંપૂર્ણપણે સલામત છે. અભિનેત્રી તેલ અવીવ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. તેની સાથે અન્ય કેટલાક ભારતીયો પણ છે. હુમલા બાદ તમામને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. બધાને સુરક્ષિત બેસમેન્ટમાં રાખવામાં આવ્યા હતા. અભિનેત્રી નુસરત ભરૂચા હવે દુબઈ થઈને મુંબઈ પરત ફરશે કારણ કે ત્યાં કોઈ સીધી ફ્લાઈટ ઉપલબ્ધ નથી. તે આજે સાંજ કે રાત સુધીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે.
મેઘાલયના 27 નાગરિકો બેથલહમમાં ફસાયા
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કોંગકલ સંગમાએ કહ્યું છે કે તેમના રાજ્યના 27 નાગરિકો ઈઝરાયલમાં ફસાયેલા છે. સંગનાએ તેના પર લખ્યું હતું હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું જેથી તેઓ સુરક્ષિત સ્વદેશ પરત આવે.
ભારતે ઈઝરાયેલને સમર્થન આપ્યું
આ પહેલા ભારતે ઈઝરાયલ પર હુમલાની નિંદા કરી હતી. પીએમ મોદીએ પોતાના X હેન્ડલ પર લખ્યું કે, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલ સાથે એકતામાં ઊભા છીએ.
આ પણ વાંચો: Naked Corpses Parade/ ઇઝરાયલી મહિલા સૈનિકના મૃતદેહની નગ્ન પરેડ, અલ્લાહુ અકબરના ધાર્મિક નારા સાથે પેલેસ્ટિનિયન આતંકવાદીઓનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Bhavnagara/ કોંગ્રેસના પૂર્વ મહિલા નગરસેવકની અજાણ્યા શખ્સોએ કરી કણપીણ હત્યા
આ પણ વાંચો: Iron Dome System/ શું છે ઈઝરાયેલની ‘આયર્ન ડોમ સિસ્ટમ?, પેલેસ્ટાઈન હજુ સુધી તેનો ઉકેલ શોધી શક્યું નથી

