મુંબઈ,
મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૩ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. મુંબઈ દ્વારા આપવામાં આવેલા ૧૮૭ રનના ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની નિર્ધારિત ૨૦ ઓવરમાં જ ૧૮૩ રન જ બનાવી શકી હતી અને MIની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો.
Match 50. It's all over! Mumbai Indians won by 3 runs https://t.co/o49qv9UXa6 #MIvKXIP
— IndianPremierLeague (@IPL) May 16, 2018
મુંબઈ ઇન્ડિયન્સના રોમાંચાક વિજયના હિરો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર ખેલાડી કૃણાલ પંડ્યા અને કાયરોન પોલાર્ડ રહ્યા હતા, પરંતુ બુમરાહને શાનદાર બોલિંગના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જસપ્રીત બુમરાહએ ૪ ઓવરમાં માત્ર ૧૫ રન આપી ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
આ વિજય સાથે જ મુંબઈની પ્લેઓફમાં એન્ટ્રી લેવાની આશા હજી જીવંત જણાઈ રહી છે જયારે કિંગ્સ ઈલેવન પંજાબ માટે હવે કરો યા મરોની સ્થિતિ જોવા મળી રહી છે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી મુંબઈની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૮૬ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા MIની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન લુઇસ માત્ર ૯ રન બનાવી ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાયનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે સૂર્યકુમાર યાદવે માત્ર ૧૫ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા.
બંને ઓપનરોના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને પણ માત્ર ૧૨ બોલમાં ૨ સિક્સર અને ૧ ચોક્કા સાથે ૨૦ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાનું કંગાળ ફોર્મ યથાવત રાખતા માત્ર ૬ રન બનાવ્યા હતા.
A 22 ball FIFTY for @KieronPollard55.#MIvKXIP pic.twitter.com/4jfZIO0hNZ
— IndianPremierLeague (@IPL) May 16, 2018
જો કે ત્યારબાદ કૃણાલ પંડ્યાએ ૨૩ બોલમાં ૩૨ રન ફટકાર્યા હતા. જયારે કેરેબિયન સ્ફોટક બેટ્સમેન કાયરોન પોલાર્ડ માત્ર ૨૩ બોલમાં ૩ સિક્સર અને ૫ ચોક્કા સાથે તુફાની ફિફ્ટી ફટકારી હતી. પંજાબ તરફથી ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાયએ ૪ ઓવરમાં માત્ર ૧૬ રન આપી સૌથી વધુ ૪ વિકેટ અને કેપ્ટન આર અશ્વિને ૨ વિકેટ ઝડપી હતી.
Terrific first over from @aj191. #MumbaiIndians are 39/1 in 4 overs.#MIvKXIP pic.twitter.com/aWLwewZZLV
— IndianPremierLeague (@IPL) May 16, 2018
મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૮૭ રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમ ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૮૩ રન જ બનાવી શકી હતી અને હારનો સ્વાદ ચાખ્યો હતો. ૧૮૭ રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબની શરૂઆત પણ ખરાબ રહી હતી અને કેરેબિયન સ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિશ ગેયલ માત્ર ૧૮ રન બનાવી ઝડપી બોલર મેકલેનેગનનો પ્રથમ શિકાર બન્યો હતો.
https://twitter.com/IPL/status/996808350930096128
બીજી બાજુ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કે એલ રાહુલે ટીમનો એક છેડો સાચવી રાખી માત્ર ૫૦ બોલમાં ૯૪ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી પરંતુ તે પોતાની ટીમને વિજય આપવી શક્યો ન હતો. ૯૬ રનની ઇનિંગ્સ દરમિયાન રાહુલે ૧૦ ચોક્કા અને ૩ સિક્સર ફટકારી હતી. એરોન ફિન્ચે પણ ૩૫ બોલમાં ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. જયારે MIની ટીમ તરફથી ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ૪ ઓવરમાં માત્ર ૧૫ રન આપી ૩ વિકેટ ઝડપી હતી.
