Surat News:107 કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક અને સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક ચિરાગ ગોટી (Chirag Goti) છેલ્લા આઠ મહિનાથી નેપાળ સહિત વિવિધ સ્થળોએ પોલીસથી બચતો ફરી રહ્યો હતો. ત્યારે હવે, તેના આતંકનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે. એક પીડિતે ચિરાગ ગોટીના ત્રાસનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ઘૂંટણિયે પડીને રડતા રડતા હાથ જોડતો જોવા મળે છે. છતાં ચિરાગ ગોટી તેને થપ્પડ મારતો જોવા મળ્યો હતો. ગાદલા પર સૂતા બીજા એક યુવાનને લાકડીથી માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે.

આ સમગ્ર કેસ 10 મહિના પહેલા શરૂ થયો હતો જ્યારે સુરતના વેડરોડ ગુરુકુળ પાસે અલ્પેશ મિયાણી નામનો એક વ્યક્તિ 70 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાયો હતો. જોકે આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. તપાસમાં તેલના વ્યવસાયમાં ચિરાગ ગોટી (Chirag Goti) અને અલ્પેશ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને, ચિરાગ ગોટી, તેનો ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ અલ્પેશની કારમાં ડ્રગ્સ મૂકી અને તેને ખોટા કેસમાં ફસાવી દીધો હતો. આ ઘટના બાદ, ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો, જોકે ત્યારબાદ તેની સામે IPC ની કલમ 70 હેઠળ તેની સામે વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
ચિરાગ ગોટી (Chirag Goti)ના કાળા કામો
ત્યારે આખરે ચિરાગ ગોટીની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ સાથે ચિરાગ ગોટી (Chirag Goti)ના અન્ય ગુનાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. જીગ્નેશ વ્યાસ નામના પીડિતે આપવીતી જણાવતા કહ્યું કે ચિરાગ ગોટીએ તેની પાસેથી કુલ ₹23 કરોડ પડાવ્યા હતા. હિતેશ મકવાણા પાસેથી ખરીદેલા હીરા માટે સિક્યોરિટી તરીકે જીગ્નેશ તેને પ્લોટ આપ્યા હતા. વચેટિયા તરીકે કામ કરતા ચિરાગ ગોટીએ તેના પર હુમલો કર્યો અને અન્ય પ્લોટની માલિકી મેળવી લીધી હતી.

આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જીગ્નેશ વ્યાસ રડતા રડતા માફી માંગે છે, છતાં ચિરાગ ગોટી (Chirag Goti) તેને થપ્પડ મારતો અને ગાળો આપતો રહે છે. જીગ્નેશ વ્યાસ મુજબ, જ્યારે પણ તે તેના પૈસા માંગતો, ત્યારે ચિરાગ તેને રિવોલ્વર બતાવતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વકીલ યુવરાજ જાદવ પણ સામેલ હોવાનો આરોપ છે.
ચિરાગ ગોટીના ભાઈએ તેના જામીન માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં જામીન અરજી દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ચિરાગ ગોટી (Chirag Goti)ને માસ્ટરમાઇન્ડ જાહેર કર્યો હતો અને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.અંતે, ચિરાગે વકીલ દ્વારા સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
કોર્ટે ચિરાગ ગોટી (Chirag Goti)ની કસ્ટડી પોલીસને સોંપી દીધી છે. પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડ માંગશે. તપાસમાં ચિરાગના આતંકના અન્ય પીડિતો પણ સામે આવી શકે છે.107 કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપનીના આડમાં કાર્યરત આ ગુનાહિત નેટવર્ક હવે પોલીસના રડાર પર છે.
આ પણ વાંચો:સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર : પરિવારની અંગદાનની જાહેરાત
આ પણ વાંચો:અમેરિકાના ટેરિફ ઘટાડાથી સુરત સહિત ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના દ્વાર ખુલશે
આ પણ વાંચો:સુરતમાં ગુજસીટોક આરોપીનો ખુલ્લો પડકાર, ફરી દાદાગીરીનો વીડિયો વાયરલ
