
ગુજરાત સરકારે જમીનને લગતા વિવાદો ટાળવા અને કુટુંબોમાં વારસાઈ (inheritance)માં મળતી જમીનની પ્રક્રિયા સરળ બનાવવા માટે તળિયાઝાટક ફેરફાર કર્યા છે. આ ફેરફારો તો 2026માં અમલી બની ચૂક્યા છે. હવે જો નવા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો દંડનો સામનો પણ કરવો પડી શકે છે.

વારસાઈ (inheritance) માં સીધી લીટીના વારસદારોનો સમાવેશ
રાજ્ય સરકારે જમીનને લગતા કાયદામાં કરેલા ફેરફારોમાં સૌથી મહત્વનો ફેરફાર હોય તો કોઈ પણ ખેડૂત કે જમીન માલિકનું મૃત્યુ થાય અને તેણે જો વસિયત બનાવી હોય કે ન બનાવી હોય, પણ તેની જમીનના વારસાઈ(inheritance) ના અધિકારમાં તેના સીધી લીટીના વારસદારોના બધા નામ સામેલ થઈ જશે. આ સીધી લીટીના વારસદારોમાં મૃતકની પત્ની, તેના સંતાનો તેમા દીકરા-દીકરી બંનેનો સમાવેશ થાય છે. આ સિવાય કાયદેસર રીતે દત્તક લીધેલા સંતાનનો પણ તેમા સમાવેશ થાય છે. અહીં નવા કાયદા મુજબ દીકરા-દીકરી બંનેના નામનો વારસાઈમાં સમાવેશ કરવો ફરજિયાત છે. પહેલાં કેટલાય લોકો દીકરીના નામ લખતા ન હતા.

વારસાઈમાં પુત્રીનું નામ પણ ફરજિયાત
વારસાઈ(inheritance)માં નામ દાખલ કરવાની પ્રક્રિયા જોઈએ તો મૃતકના ગયા બાદ તેના મૃત્યુના પ્રમાણપત્ર સાથે 7-12ના ઉતારામાં તેની પત્ની, પુત્ર અને પુત્રીના નામ દાખલ કરી દેવામાં આવે છે, પછી તે પરણેલી હોય કે અપીરિણિત હોય તે જોવાતું નથી. પુત્રીનું નામ દાખલ કરવું પણ ફરજિયાત છે. આમ જમીનની વારસાઇમાં શરૂઆત હંમેશા બધાના નામથી જ થશે. તેના પછી કુટુંબના સભ્યો પારસ્પરિક સંમતિથી પોતાનો હક્ક જતો કરવો હોય તો કરી શકે છે, પરંતુ પ્રારંભ તો બધાના નામથી જ થશે. આના કારણે સૌથી મોટી શાંતિ એ હશે કે કાયદાકીય પ્રક્રિયા સુગમ થશે, પહેલેથી જ સ્પષ્ટતા હોવાના કારણે વિવાદ નહી થાય. આ નિયમ ન હોવાના કારણે જમીનની વારસાઈના અનેક કેસ થતાં હતાં. બિનજરૂરી કાયદાકીય પ્રક્રિયા થતી હતી. આવા હજારો કેસો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યા છે. નવા નિયમના કારણે ભવિષ્યમાં આ પ્રકારના કેસો થતાં અટકશે.

ખેતીની જમીન સિવાયની જમીનનો રેકર્ડ અલગ રાખવો પડશે
આ સિવાય વારસાઈ (inheritance)માં અન્ય મહત્વનો નિયમ એવો છે કે જો તમારી પાસે 10 વીઘા જમીન હોય અને તેમાથી 9 વીઘા જમીન ખેતી માટે ઉપયોગમાં લેતા હોવ તો ખેતી અને બિનખેતી બંનેની જમીનનો સરવે નંબર જુદો-જુદો કરાવવો ફરજિયાત છે. બંનેના હિસાબ પણ જુદા-જુદા રાખવા પડશે. બિનખેતીની જમીન NA પણ કરાવી દેવી પડશે. ચાલુ વર્ષથી જો જમીન માલિકે આ નિયમનું પાલન ન કર્યુ તો તેની વારસાઈ(inheritance)ની અરજી પહેલા જ સ્તરે રદ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્ય સરકારની આ સ્પષ્ટતાના કારણે ખેતીની જમીન વાસ્તવિક ધોરણે કેટલી છે તેનો અંદાજ આવશે અને જ્યારે પણ વળતરની ચૂકવણી કરવામાં આવે ત્યારે આ બાબત ઘણી ઉપયોગી નીવડતી હોય છે. આ સિવાય ખેતીની જમીનની વાસ્તવિક સ્તરે નોંધ થતી ખેતીની જમીનની સાથે-સાથે તેની તુલનામાં કૃષિની ઊપજનો પણ અંદાજ લગાવવામાં સરળતા રહે છે. કદાચ આ નિયમના કારણે રાજ્ય સરકારને આખા રાજ્યમાં પહેલી વખત ખેતીની સાચી જમીનનો અંદાજ આવશે.

જમીન પર લોન હોય તો વારસાઈ થઈ શકે
આ ઉપરાંત જમીન માલિકના કે ખેડૂતના કુટુંબને હંમેશા તે પ્રશ્ન મૂંઝવતો રહ્યો છે કે જો તેમની જમીન પર લોન ચાલતી હોય તો વારસાઈ (inheritance)થઈ શકે, આ પહેલા રાજ્ય સરકારનો વર્તમાન નિયમ ન હતો ત્યારે ખેડૂત કુટુંબોએ ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને તેમા પણ જમીન પર બોજો હોય ત્યારે તો વારસાઈ કરાવતા નાકે દમ આવી જતો હતો, પરંતુ નવા નિયમમાં રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવી જ દીધું છે કે ખેડૂત કે જમીન માલિકની મિલકત પર બોજો હશે તો પણ વારસાઈ તો થશે જ. ફક્ત જમીન પર બોજો હોવાના કારણે વારસાઈ (inheritance)અટકશે નહીં. રાજ્ય સરકારે વારસાઇની જે પણ પ્રક્રિયા જમીન માલિક માટે નિયત કરેલી છે તે બોજા છતાં પણ થઈને રહેશે. આમ જમીન પર બોજા હોવા છતાં સીધી લીટીના વારસદારો તે જમીનના વારસદાર બની શકે છે. તેઓએ ભવિષ્યમાં જ્યારે જમીન વેચવી હોય ત્યારે તે જમીનને બોજામુક્ત કરવા તેના પરનું ઋણ ચૂકવી દેવું પડશે. તેના પછી જ તમને બોજામુક્તિનું પ્રમાણપત્ર એટલે કે (NOC) મળશે. તેના પછી જ તેઓ જમીનનું વેચાણ કરી શકશે.

પાંચ વર્ષમાં વારસાઈ નહીં કરો તો દંડ થશે
રાજ્ય સરકારે નવા નિયમમાં વારસાઈ(inheritance)ની પ્રક્રિયાનો સમયગાળો પણ નિયત કરેલો છે. જમીન માલિકના મૃત્યુના પાંચ વર્ષની અંદર વારસાઈ કરાવી લેવી પડશે. જો નહીં કરાવી હોય તો પાંચ હજાર રૂપિયા દંડ થશે. જો કે વાસ્તવમાં તો વારસાઈ (inheritance) બને તેટલી વહેલા કરાવવી વધારે સારી છે, નહીં તો પછી સમય જતાં તેમાં વધુને વધુ નામો ઉમેરાતા પ્રક્રિયા વધુ જટિલ બને છે. તેની સાથે આ પ્રક્રિયા વધુને વધુ ખર્ચાળ પણ બનવા લાગે છે.

વારસાઈમાં સગીરનું નામ પણ દાખલ કરવુ પડશે
આ સિવાય જમીન વારસાઈ (inheritance)ના નિયમમાં સૌથી વધારે વિવાદ તો સગીરને લઈને થાય છે. સૌથી પહેલી વાત એ છે કે વારસાઈમાં શું સગીરનું નામ દાખલ કરી શકાય, નવા નિયમ વારસાઈમાં હવે સગીરનું નામ પણ દાખલ કરી શકાય છે. પહેલા થઈ શકતું ન હતુ, કારણ કે સગીર 18 વર્ષની વય પછી સહી કરી શકતો નથી એટલે કે કાયદાકીય રીતે તેની સહી માન્ય ગણવામાં આવતી નથી. પણ નવા નિયમ મુજબ સગીરનું નામ સીધી લીટીના વારસદારમાં આવતું હોય તે જમીનની વારસાઈમાં દાખલ કરી શકાય છે. આ સિવાય જો કુટુંબને કોઈ અણધાર્યા સંજોગોમાં જમીન વેચવાની ફરજ પડે તો તે જમીન વેચવા માટે તેણે સ્થાનિક કોર્ટમાંથી મંજૂરી મેળવવી પડે છે. આ જમીન વેચાણ માટે તેને કોર્ટની મંજૂરી પણ શરતી મંજૂરી મળી છે. તેમા જમીન વેચાણની રકમમાં સગીરનો હિસ્સા હિસ્સા જેટલી રકમની રાષ્ટ્રીયકૃત બેન્કમાં એફડી કરાવવાની હોય છે. આ એફડીની રસીદ સ્થાનિક કોર્ટમાં જમા કરાવ્યા પછી જ કોર્ટ તેના વેચાણની સંપૂર્ણ છૂટ આપે છે. તેના પછી જ આ પ્રક્રિયા પૂરી થાય છે. આના કારણે ભવિષ્યમાં પણ તે જમીનને લઈને કોઈ વિવાદની સંભાવના રહેતી નથી અને બિનજરૂરી કાયદાકીય પ્રક્રિયાને કોઈ અવકાશ રહેતો નથી.
વારસાઈની પ્રક્રિયાનું પાલન કરવા કયા-કયા દસ્તાવેજો જરૂરી
હવે જો તમારે વારસાઈ(inheritance)ની આખી પ્રક્રિયાનું પાલન કરવું હોય તો પહેલા તમારે તેના માટે કયા-કયા દસ્તાવેજો (Documents) જોઈએ તે જોઈ લેવું જોઈએ. તેમા મૃતકનું મૃત્યુનું પ્રમાણપત્ર, જમીનનો તાજો 7-12નો અને 8-અનો ઉતારો, વારસાઈમાં જે વારસદારોનું નામ દાખલ કરવાનું છે તે બધાના પાન કાર્ડ અને આધાર કાર્ડ, વારસાઈનું નિયત અરજી ફોર્મ, આ ઉપરાંત બેન્ક લોન હોય તો તેના કાગળોનો સમાવેશ થાય છે. બસ આટલી પ્રક્રિયાનું પાલન કરો અને જમીનને લગતા વિવાદોથી બચો. તેની સાથે તમારી મિલકત અને સંબંધો બંનેને સાચવો.
આ પણ વાંચો: રાજકોટના કાળીપાટ ગામે ગરીબોની જમીન ભૂમાફિયાઓ (land mafias) એ પચાવી પાડી
આ પણ વાંચો: જામનગરમાં કરોડોનું જમીન કૌભાંડ! સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ ઝડપાયા
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં જમીન કૌભાંડ, ભાઈએ ભાઈની જમીન નકલી દસ્તાવેજોથી હડપ કરી
