sports news/ ઉસ્માન તારિકની બોલિંગ એક્શન પર વિવાદ, આર અશ્વિનનું સમર્થન ચર્ચામાં આવ્યું

ઉસ્માન તારિક (Usman Tariq)ની બોલિંગ એક્શન અગાઉ પણ તપાસ હેઠળ આવી હતી. ટી20 વર્લ્ડ કપ દરમિયાન અમ્પાયરો દ્વારા તેમના એક્શન અંગે નોંધ લેવાઈ.

Trending Sports
ઉસ્માન તારિક (Usman Tariq)ની બોલિંગ એક્શન અગાઉ પણ તપાસ હેઠળ આવી હતી.

Sports News: T20 વર્લ્ડ કપ 2026 પહેલા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક (Usman Tariq)ની બોલિંગ એક્શન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. ઓસ્ટ્રેલિયાના કેમરૂન ગ્રીને તાજેતરની ટી20 સિરીઝ દરમિયાન તારિક (Usman Tariq)ના એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોએ પણ સોશિયલ મીડિયા પર તેમની બોલિંગ સ્ટાઇલને લઈ ચર્ચા શરૂ કરી હતી.

આ વિવાદ વચ્ચે ભારતના પૂર્વ સ્પિનર આર અશ્વિને તારિક (Usman Tariq)ના સમર્થનમાં નિવેદન આપીને ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે.

ઉસ્માન તારિક (Usman Tariq)ની બોલિંગ એક્શન અગાઉ પણ તપાસ હેઠળ આવી હતી. ટી20 વર્લ્ડ કપ દરમિયાન અમ્પાયરો દ્વારા તેમના એક્શન અંગે નોંધ લેવામાં આવી હતી.

આર અશ્વિન શું બોલ્યા?

આર અશ્વિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ક્રિકેટના નિયમોમાં સંતુલન જરૂરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે બેટ્સમેન અમ્પાયરને જાણ કર્યા વગર સ્વીચ હિટ કે રિવર્સ શોટ રમી શકે છે, ત્યારે બોલર પર આટલા નિયંત્રણ કેમ?

અશ્વિનનું માનવું છે કે બોલરને હાથ બદલવા અથવા એક્શન બદલવા માટે કડક નિયમો લાગુ છે, જ્યારે બેટ્સમેનને વધુ સ્વતંત્રતા છે. તેમના અનુસાર, આ મુદ્દે ICC દ્વારા નિયમોમાં ફેરફાર વિચારવા યોગ્ય છે.

બોલિંગ એક્શન  (Usman Tariq)પર સતત સવાલ

ઉસ્માન તારિક (Usman Tariq)ની બોલિંગ એક્શન અગાઉ પણ તપાસ હેઠળ આવી હતી. ટી20 વર્લ્ડ કપ દરમિયાન અમ્પાયરો દ્વારા તેમના એક્શન અંગે નોંધ લેવામાં આવી હતી.

કેમરૂન ગ્રીને તાજેતરમાં જાહેરમાં કહ્યું હતું કે તારિકની બોલિંગ સ્ટાઇલ બેટ્સમેન માટે અસ્પષ્ટ છે અને તે નિયમો મુજબ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ.

જો કે, અત્યાર સુધી આઇસીસી દ્વારા કોઈ સત્તાવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

USA સામે અદભૂત પ્રદર્શન

સલમાન આગાની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાને કોલંબોમાં USA સામે સ્પિન-ભારે બોલિંગ આક્રમણ અપનાવ્યું. તારિકે 16મી ઓવરમાં મહત્વપૂર્ણ વિકેટ લઈને મેચનો રૂખ બદલી દીધો. તેણે મિલિંદ કુમાર, હરમીત સિંહ અને મોહમ્મદ મોહસિનની વિકેટ લઈને પાકિસ્તાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. તેમની આ અસરકારક બોલિંગને કારણે પાકિસ્તાનને સતત બીજી જીત મળી.

ઉસ્માન તારિક (Usman Tariq)ની બોલિંગ એક્શન અગાઉ પણ તપાસ હેઠળ આવી હતી. ટી20 વર્લ્ડ કપ દરમિયાન અમ્પાયરો દ્વારા તેમના એક્શન અંગે નોંધ લેવામાં આવી હતી.

પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાન ટોચ પર

આ જીત બાદ પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. પ્રથમ મેચમાં નેધરલેન્ડ સામે સંઘર્ષ કર્યા બાદ પાકિસ્તાને ત્રણ બોલ બાકી રહેતા જીત મેળવી હતી. હવે 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે હાઇ-વોલ્ટેજ મુકાબલો થવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20માં અત્યાર સુધી 8 મુકાબલા થયા છે, જેમાં ભારતે 7 જીત નોંધાવી છે. પાકિસ્તાનની એકમાત્ર જીત ટી20 વર્લ્ડ કપ 2021માં મળી હતી.

ભારત સામેની ટક્કર પહેલા ગરમાયો માહોલ

ભારત-પાકિસ્તાન મુકાબલા પહેલા જ આ વિવાદે માહોલ ગરમાવી દીધો છે. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાઈ ગયા છે  કેટલાક તારિકના સમર્થનમાં છે, તો કેટલાક તેમના એક્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આર અશ્વિનનું નિવેદન ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.


આ પણ વાંચો:T20 વર્લ્ડ કપમાં તૂટી ગયા બધા જૂના ભાગીદારી રેકોર્ડ

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ વિવાદનો અંત, 15 ફેબ્રુઆરીએ મેચ ફિક્સ

આ પણ વાંચો:15 ફેબ્રુઆરી ભારત-પાક T20 વર્લ્ડ કપ મેચ પર પાકિસ્તાન તૈયાર, પાકિસ્તાની મીડિયાનો દાવો