sports news/ T20 વર્લ્ડ કપમાં તૂટી ગયા બધા જૂના ભાગીદારી રેકોર્ડ

T20 World Cupના ઇતિહાસમાં કોઈપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી બની ગઈ

Sports
T20 World Cup

Sports News : T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ન્યૂઝીલેન્ડે UAE સામે શાનદાર પ્રદર્શન કરી ઇતિહાસ રચ્યો. ન્યૂઝીલેન્ડના ઓપનર ટિમ સીફર્ટ અને ફિન એલને UAEના બોલરો સામે આક્રમક બેટિંગ કરી વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કર્યો.

 ઐતિહાસિક ઓપનિંગ ભાગીદારી

174 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 175 રન બનાવી મેચ જીતી લીધી. ટિમ સીફર્ટ અને ફિન એલન વચ્ચે થયેલી આ 175 રનની અણનમ ભાગીદારી T20 વર્લ્ડ કપ(T20 World Cup)ના ઇતિહાસમાં કોઈપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી બની ગઈ.

આ પહેલાં આ રેકોર્ડ ઇંગ્લેન્ડના જોસ બટલર અને એલેક્સ હેલ્સ પાસે હતો, જેમણે 2022 T20 વર્લ્ડ કપ (T20 World Cup)સેમિફાઇનલમાં ભારત સામે 170 રનની અણનમ ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને રિલી રુસો (168 રન વિ. બાંગ્લાદેશ)નો ક્રમ હતો. હવે ફિન એલન અને ટિમ સીફર્ટે આ તમામ રેકોર્ડ તોડી ટોચનું સ્થાન મેળવ્યું છે.

 મેચનો સંક્ષિપ્ત અહેવાલ

મેચમાં UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેમની ટીમની શરૂઆત સારી રહી નહીં અને પહેલી વિકેટ વહેલી પડી ગઈ. જોકે, કેપ્ટન મોહમ્મદ વસીમે અડધી સદી ફટકારી અને અલીશાન શરાફુએ પણ મહત્વપૂર્ણ હાફ સેન્ટ્યુરી નોંધાવી. UAEએ 6 વિકેટે 173 રન બનાવ્યા, જે સ્કોર સ્પર્ધાત્મક લાગતો હતો.

પરંતુ ન્યૂઝીલેન્ડના ઓપનરોએ મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી.

 પાવરપ્લેમાં પણ રેકોર્ડ

ફિન એલન અને ટિમ સીફર્ટે પાવરપ્લેમાં 78 રન બનાવ્યા, જે આ T20 વર્લ્ડ કપ(T20 World Cup)નો સૌથી મોટો પાવરપ્લે સ્કોર રહ્યો. બંનેએ 16મી ઓવરમાં જ મેચ પૂરી કરી દીધી.

 વ્યક્તિગત પ્રદર્શન

  • ટિમ સીફર્ટ: 42 બોલમાં 89 રન
    (12 ચોગ્ગા, 3 છગ્ગા)

  • ફિન એલન: 50 બોલમાં 84 રનની અણનમ ઇનિંગ
    (5 ચોગ્ગા, 5 છગ્ગા)

આ સાથે બંને બેટ્સમેનોએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100-100 છગ્ગા પૂર્ણ કરવાનો મહત્વપૂર્ણ માઈલસ્ટોન પણ હાંસલ કર્યો.


આ પણ વાંચો:પાકિસ્તાનનો નવો પેંતરો! T20 વર્લ્ડ કપ તો રમશે, પણ ભારત સામેની મેચનો કરશે બહિષ્કાર?

આ પણ વાંચો:15 ફેબ્રુઆરી ભારત-પાક T20 વર્લ્ડ કપ મેચ પર પાકિસ્તાન તૈયાર, પાકિસ્તાની મીડિયાનો દાવો

આ પણ વાંચો:ભારત પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે