ICC World Cup/ ભારત પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે

અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે.

Top Stories Ahmedabad Gujarat
ભારત પાકિસ્તાન મેચ

Ahmedabad News: અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની ટીમ ઘણા વર્ષો બાદ ભારત પ્રવાસે આવી છે જેથી ભારતે તેઓનું સ્વાગત પણ આપણી પરંપરા રીતે કર્યું હતું. આ બન્ને ટીમ જયારે મેદાનમાં હશે ત્યારે આખો સ્ટેડિયમ ખચોખચ ભરેલું હશે તે વાત તો નક્કી જ છે. આ મુકાબલો અમદાવાદના આંગણે થવા જઈ રહ્યો છે. જેના કારણે પોલીસ દ્વારા આખા શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રીએ આગમચેતીના ભાગ રૂપે બેઠક યોજીને તંત્રને કામગીરીની સમીક્ષા કરી હતી. જો કે મેચ પહેલા એક ઈમેઈલ મારફતે ધમકી પણ મળી હતી. જેના કારણે પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરીદળ તૈનાત કરી દેવાયા છે.

અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને મળતી ધમકીભર્યા ઇ-મેલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. CMની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવી દેવામાં આવશે. એક અંદાજ પ્રમાણે શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.

સમગ્ર વિશ્વમાં ક્રિકેટ રસિકો જે મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ભારત-પાકિસ્તાનની મેચને લઇને ધમકીભર્યો ઇ-મેલ અને ઓડિયો ક્લિપ આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મહત્ત્વના ઈનપુટ મળ્યા છે. ઇનપુટ મળતાની સાથે જ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે આખો પ્લાન રેડી કરી દેવામાં આવ્યો છે. જે માટે BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેશે. આજે સરકાર દ્વારા સિનિયર IPS અધિકારીઓની પાસે વિગતો મેળવવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવેલી માહિતી પ્રમાણે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પણ મેચના દિવસે એટલી જ સુરક્ષા રાખવામાં આવશે.



આ પણ વાંચો:કબ્જો ન હોવા છતાં પણ લુલુ ગ્રુપને પ્લોટ સોંપવા ઉતાવળીયું બનેલું ઔડા

આ પણ વાંચો:ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી

આ પણ વાંચો:PM અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી, બદલામાં લોરેન્સ બિશ્નોઈને છોડવાની માગ

આ પણ વાંચો:વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમની પ્રિ-ઈવેન્ટ, નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે કરાયું ધાર્મિક પ્રવાસનું આયોજન