Botad/ વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમની પ્રિ-ઈવેન્ટ, નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે કરાયું ધાર્મિક પ્રવાસનું આયોજન

વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ અંતર્ગત જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનથી જિલ્લાના 50 જેટલા નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે ધાર્મિક પ્રવાસનું કરાયુ

Gujarat Others
YouTube Thumbnail 38 વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમની પ્રિ-ઈવેન્ટ, નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે કરાયું ધાર્મિક પ્રવાસનું આયોજન

વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ અંતર્ગત જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનથી જિલ્લાના 50 જેટલા નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે ધાર્મિક પ્રવાસનું કરાયુ આયોજન.તમામ વૃદ્ધઓને સાળગપુર, રોહિશાળા અને ઉગામેડી ગામે આવેલ અમૃત સરોવરમાં બોટીંગ કરાવવામાં આવ્યું.તમામ વુરદ્ધના ચહેરા ઉપર જોવા મળ્યો આનંદ.

વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમની ઉજવણીના પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના  માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્ર  અને દ્વારા નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લાના 50 જેટલા નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદની શ્રીજી ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી ખાસ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ધાર્મિક પ્રવાસનો શુભારંભ સવારે 10 કલાકે થયો હતો અને તમામને સાળંગપુર ખાતે લઈ જવામાં આવ્યા અને મંદિરે દર્શન અને પ્રસાદ લઈ તમામને રોહીશાળા ખાતે ખોડિયાર માતાના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા .ત્યારબાદ બોટાદ જિલ્લાનું ઉભરતું પ્રવાસન સ્થળ ઉગામેડી ખાતે તમામને બોટીંગ કરાવવામાં આવ્યું હતું  ધાર્મિક પ્રવાસે જનારા તમામ નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝનને સવારે 10 વાગ્યે તેમના ઘરેથી લઈ સાંજે 5 વાગ્યા પછી ઘરે પરત મુકવામાં આવ્યા હતા તમામ નિરાધાર સિનિયર સિટીજનના લોકોએ પ્રવાસ કરી આનંદ અનુભવ્યો હતો.પહેલીવાર જે વૃદ્ધોએ બોટીંગ ની મજા માણી હતી તેમના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળ્યો હતો.અને વહીવટી તંત્ર નો ખુબ આભાર માન્યો હતો.

નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝનને તેમના રોજિંદા જીવનથી કંઈક અલગ રીતે ધાર્મિક માહોલ વચ્ચે સમગ્ર દિવસ પસાર થાય તેવું અનોખું આયોજન જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમની પ્રિ-ઈવેન્ટ, નિરાધાર વૃદ્ધો અને સીનીયર સીટીઝન માટે કરાયું ધાર્મિક પ્રવાસનું આયોજન


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ