Surat/ મંદીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

ડાયમંડ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે કે, હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ છે

Gujarat Surat
YouTube Thumbnail 3 2 મંદીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

@અમિત રૂપાપરા 

Surat News: સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે પરંતુ હાલ ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થતો હોવાના કારણે રત્નકલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે, દિવાળી વેકેશન વહેલું પડી શકે છે પરંતુ આ ચર્ચાઓ વચ્ચે સુરત ડાયમંડ એસોસિએશનની પ્રતિક્રિયા સામે આવી છે. ડાયમંડ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે કે, હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ છે પરંતુ એવી પરિસ્થિતિ દેખાતી નથી કે દિવાળી વેકેશન વહેલું થઈ શકે કે, દિવાળી પહેલા નાના યુનિટો બંધ થાય કે રત્ન કલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડે.

Untitled 5 1 મંદીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં થોડા સમયથી કપરો કાળ ચાલી રહ્યો છે. પરંતુ હીરાના કારખાનાઓ દિવાળી સુધી બંધ થઈ જાય કે, અન્ય કોઈ મુશ્કેલી ઊભી થાય તેવી પણ કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. વર્તમાન સમયમાં હજુ સુધી અમારે એસોસિયેશન પર કોઈ એવી રજૂઆતો આવી નથી કે, કોઈ કર્મચારીને છૂટા કરવામાં આવ્યા છે કે, કોઈ નાના યુનિટો બંધ થયા હોય. જાડા હીરાનું કામ જે યુનિટોમાં થતું હતું તેમાં કામના કલાકોમાં ઘટાડો થયો છે પરંતુ કોઈ રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી.

Untitled 5 2 મંદીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

મહત્વની વાત છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને G7ના દેશો દ્વારા રશિયાની અલઝોરા કંપની પાસેથી ખરીદવામાં આવતી ડાયમંડની રફ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત વીકમાં G7 દેશનું ડેલીગેશન સુરતની મુલાકાતે આવ્યું હતું અને તેની સાથે ડાયમંડ એસોસિએશન તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા નાના હીરાના યુનિટો ચાલતા હોય ત્યાં આ ડેલીગેશનની વિઝીટ કરાવવામાં આવી હતી. અમારા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પતલી સાઈઝના હીરા એટલે કે પતલી સાઈઝની રફ રેગ્યુલર મળતી રહે તો આ યુનિટો કે જે નાના પાયે ચાલે છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને રત્ન કલાકારોને રોજગારી મળી રહે તે બાબતે કોઈ રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 મંદીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત