Gujarat election 2022/ ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસે અમીબેન યાજ્ઞીકને ઉતાર્યા મેદાનમાં!

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુંગલ વાગી ગયું છે, હવે રાજયમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવવાનો છે, આ અંગે તમામ રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે.

Top Stories Gujarat
23 1 ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસે અમીબેન યાજ્ઞીકને ઉતાર્યા મેદાનમાં!

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુંગલ વાગી ગયું છે, હવે રાજયમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવવાનો છે, આ અંગે તમામ રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે.

વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઘાટલોડિયાની બેઠકનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સામે અમીબેન યાજ્ઞીકને ટિકિટ આપતા સૌ કોઇ ચોંકી ગયા છે.

ગુજરાત સરકારના હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડીયા પરથી અમીબેન યાજ્ઞીકને કોંગ્રેસે ઉતારતા મેજર અપસેટ સર્જાયો હતો. હવે આ બેઠક પર અમીબેન યાજ્ઞીક અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ગુજરાત કોંગ્રેસે અડધી રાત્રે 11 વાગ્યે 43 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં રાજ્યસભાના સાંસદ અમિબેનને ઉમેદવારી માટે ઉતારવામાં આવ્યા છે. મતલબ કે રાજ્યસભા સાંસદને ધારાસભા લડવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઘાટલોડિયા બેઠક પરથી તેઓ ઉમેદવારી કરવાના છે. કોંગ્રેસનું આ નામ ભાજપને આ બેઠક પર ટક્કર આપવા માટે ઘણું સક્ષમ છે કારણ કે અમિબેનને પ્રખર વક્તા માનવામાં આવે છે સાથે જ તેઓ એવા નેતા છે કે જેમનો લોકસંપર્ક બનાવવાની રીતભાત સાવ અલગ રહી છે. સાથે જ એક મહિલા ઉમેદવાર તરીકેનો તેઓ એક મજબુત ઉમેદવાર છે. કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી એક મૌન ધારણ કર્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી હતી કોંગ્રેસના મૌનની નોંધ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી. શાંત રહીને આ એક મોટો માસ્ટર સ્ટ્રોક કોંગ્રેસ રમી ગઈ છે તેવું હાલના તબક્કે કહી શકાય પરંતુ ઘાટલોડિયા બેઠક પરથી ભાજપને હરાવવું તે પણ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે આ બેઠક પરથી ભાજપના ઉમેદવારો મોટી લીડથી જીતતા આવ્યા છે.