@અમિત રૂપાપરા
પર્યાવરણને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ગણેશ મહોત્સવમાં લોકોને માટીમાંથી બનાવવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવાનું કહેવામાં આવે છે. ત્યારે લોકો પણ હવે જાગૃત થયા છે અને તેઓ પોતાના ઘરે અથવા તો શેરીઓમાં માટીમાંથી બનેલા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરે છે. તો બીજી તરફ કેટલાક મૂર્તિકારો પોતાની આવડત અનુસાર અલગ અલગ પ્રકારે ઇકોફ્રેન્ડલીની મૂર્તિ તૈયાર કરતા હોય છે. ત્યારે સુરતમાં નાળિયેરના રેશામાંથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.
વિનોદ સોંડાગર નામના મૂર્તિકાર દ્વારા નાળિયેરના રેસામાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. 1ફૂટથી લઈને અઢીથી ત્રણ ફૂટ જેટલી ગણેશજીની પ્રતિમા વિનોદ સોઢાગર દ્વારા નાળિયેરના રેશામાંથી બનાવવામાં આવી છે. મહત્વની વાત છે કે ગણેશજીનું સ્થાપન દસ દિવસ કર્યા બાદ ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરવાની હોય છે અને એટલા માટે જ વિનોદ સોંડાગર દ્વારા માટીની સાથે નાળિયેરના રેસાનો ઉપયોગ પ્રતિમા બનાવવા માટે કરવામાં આવ્યો છે. કારણ કે માત્ર નાળિયેરના રેસાનો ઉપયોગ જો મૂર્તિ બનાવવામાં કરવામાં આવે તો મૂર્તિ વિસર્જનમાં ખૂબ જ તકલીફ પડે.
મૂર્તિ બનાવનાર વિનોદનું કહેવું છે કે નાની મૂર્તિ બનાવવી હોય તો ઓછો સમય લાગે છે અને મોટી મૂર્તિ બનાવવી હોય તો 15 થી 30 દિવસ જેટલો સમય પણ લાગે છે. ગુજરાત સરકાર દ્વારા લોકોને રોજગારી મળી રહે તે માટે માટીકામ શીખવવા માટે અલગ અલગ જગ્યા ઉપર કેમ્પ યોજવામાં આવે છે અને આ કેમ્પમાં જ વિનોદ સોંડાગર દ્વારા તાલીમ લેવામાં આવી હતી અને માટે કામમાંની પૂર્ણતા મેળવ્યા બાદ તેને નાળિયેરના રેસામાંથી કઈ રીતે મૂર્તિ તૈયાર કરી શકાય તેની તાલીમ આપવામાં આવી અને આજે વિનોદ સોંડાગર નાળિયેરના રેસા અને માટીનો ઉપયોગ કરીને સારી પ્રતિમા તૈયાર કરી રહ્યા છે.
આ ઉપરાંત તેઓ માત્ર નાળિયેરના રેસામાંથી પણ કેટલીક પ્રતિમાઓ બનાવે છે પરંતુ આ પ્રતિમા ઘર સુશોભનમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને માટી તેમજ નાળિયેરના રેસામાંથી બનાવવામાં આવતી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે જેથી વિસર્જન સમયે કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય.
આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરમાં 1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો
આ પણ વાંચો:મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ
આ પણ વાંચો:24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ
આ પણ વાંચો:સાબરકાંઠામાં 700 વર્ષ વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત