Election/ ચૂંટણીની સાથે ચૂંટણી બહિષ્કારની મૌસમ પણ પૂરબહારમાં ખીલી

ચૂંટણીની સાથે ચૂંટણી બહિષ્કારની મૌસમ પણ પૂરબહારમાં ખીલી

Top Stories Gujarat Others
diamo0nd 14 ચૂંટણીની સાથે ચૂંટણી બહિષ્કારની મૌસમ પણ પૂરબહારમાં ખીલી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુર જોશ સાથે ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં પક્ષાંતર અને ચૂંટણી બહિષ્કારની મોસમ પણ ખીલી ઉઠી છે. રાજ્યમાં કયાંક ને કયાંક પ્રજા રાજકીય નેતાઓના ઠાલા વચનોની કંટાળી ચુકી છે. વિકાસના કાર્યને  ચૂંટણી મુદ્દો બનાવી પ્રજાને ધરતી ઉપર સ્વર્ગ બતાવતા નેતાનો જમાનો હવે નથી રહ્યો. આજ ની પ્રજા જાગૃત બની છે. અને પોતાના વિસ્તારમાં વચનો પ્રમાણે વિકાસના કર્યો નહિ કરનાર નેતાઓ થી કંટાળી ચુકી છે. અને સામુહિક રીતે ચૂંટણી નો બહિષ્કાર કરતા પણ શીખી છે.

ગુજરાતમાં દાહોદ અને સુરત  ખાતે સ્થાનિકો દ્વારા પોતાના વિસ્તારમાં વિકાસનના કામો નહિ થતા સામુહિક રીતે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. દાહોદના અભલોડમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. બારીયા ફળીયામાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને સ્થાનિકો સામુહિક રીતે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. ‘નો રોડ નો વોટ’ના ઠેરઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. કોઈપણ ઉમેદવારે પ્રચાર અર્થે આવવું નહીં નો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.

તો સુરત સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ સ્થાનિકો દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે. વિકાસના કર્યો નહી થતા સ્થાનિકો દ્વારા સુરત મનપાની ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોરભાગળ વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા આગામી મનપાની ચૂંટણી નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોસાયટીમાં વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા નથી. તો આંતરિક રસ્તા ન બનાવ્યા હોવાને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં પણ કોર્પોરેશનની ચૂંટણી પહેલા સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. નવા નરોડા  ખાતે બેનરો લગાવવામાં આવ્યા છે. “રોડ નહીં તો વોટ નહિ’. સ્થાનિકો દ્વારા પોતાના વિસ્તારના વિકાસ માટે બેનરો લગાવવામાં આવ્યા છે. ત્રણ વર્ષથી રોડ નહિ બનતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

Political / આમઆદમી પાર્ટીમાં ઉત્સાહ, મનીષ સિસોદીયા આવશે અમદાવાદ

Political / સી. આર.પાટીલનો હુંકાર, નિયમો અનુસાર જ ટીકીટની વહેચણી કરવામાં આવી છે, સહુએ નિયમોને આવકાર્યા છે

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો