Not Set/ કેન્સરમાં કેસની સંખ્યામાં વધારો,  6 મહિનામાં 71 હજારથી વધુ કેન્સરના કેસ

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષને મોઢાનું તેમજ મહિલાઓને સ્તનનું કેન્સર અને ગર્ભાશયનું કેન્સર વધુ જોવા મળે છે.

Top Stories Gujarat Others Trending
ગુજરાતમાં કેન્સર

છેલ્લા દોઢ વર્ષમાં વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેણે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે.જોકે એનાથી પણ ગંભીર કેન્સર ની બીમારી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજ્યમાં ફેલાઈ રહી છે. કેન્સરને કારણે માત્ર 3 વર્ષમાં જ રાજ્યના 1,11,933 દર્દીના જીવ ગયા છે, એટલે કે ગુજરાતમાં કેન્સરને કારણે દર રોજ 102, દર કલાકે ચાર  1 દર્દીનું મોત થાય છે.

પુરુષોને મોઢાના કેન્સર થાય છે વધુ

મહિલાઓને સ્તનમાં થાય છે કેન્સર

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018થી 2020 સુધીમાં ગુજરાતમાં કેન્સરના કુલ 2,03,570 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 1,11,933નાં મોત થયાં છે, એટલે કે ત્રણ વર્ષમાં નોંધાયેલા કુલ કેસમાંથી 54.98 ટકા કેન્સર પીડિત દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો માત્ર ચાલુ વર્ષની જ વાત કરીએ તો 2021ના 6 મહિનામાં જ 71 હજારથી વધુ કેન્સરના દર્દીઓ નોંધાયા છે.

cancer કેન્સરમાં કેસની સંખ્યામાં વધારો,  6 મહિનામાં 71 હજારથી વધુ કેન્સરના કેસ

ડો શશાંક પંડ્યા  ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દારૂબંધી તેમજ તમાકુ જેવાં વ્યસનો પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એમ છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તેમજ તમાકુ સેવન કરવામાં આવે છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષને મોઢાનું તેમજ મહિલાઓને સ્તનનું કેન્સર અને ગર્ભાશયનું કેન્સર વધુ જોવા મળે છે.

cancer 1 કેન્સરમાં કેસની સંખ્યામાં વધારો,  6 મહિનામાં 71 હજારથી વધુ કેન્સરના કેસ

ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતથી જ  રાજ્યમાં કેન્સર ના કેસ ઝડપથી ડિટેક્ટ થઈ રહ્યા છે. 2021ના 6 મહિનામાં જ 1847 કેન્સરના દર્દીઓ વધ્યા છે. દેશભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે આવે છે.

શરીરનાં મોઢા અને ગળાના ભાગમાં થયેલાં કેન્સરને અટકાવવા માટે ખાસ કરીને કોઈપણ પ્રકારનું વ્યસન ટાળવું જોઈએ, મોઢાને હંમેશાં ચોખું રાખવા માટે દિવસમાં બેવાર બ્રશ કરવો જોઈએ. તૂટેલા દાંત કે બરાબર બંધ ન બેસતા દાંતના ચોકઠાની દાંતના ડોક્ટર પાસે તાત્કાલિક સારવાર કરાવવી જોઇએ. બને ત્યાં સુધી દર મહિને અરીસા સામે ઊભા રહી મોઢાની તપાસ કરવી જોઇએ.

રાજકીય / કોગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી કોવિડ -૧૯ ‘‘ન્યાય યાત્રા’’ અભિયાન શરૂ

વિશ્લેષણ / કોંગ્રેસમાં કડકી કાપ (ખર્ચમાં) અને કરકસરનો ત્રિવેણી સંગમ

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!