Not Set/ યુનિ.માં કાર્યરત પાટીદાર યુવકને કાઢતાં હેમચંદ્રાચાર્ય યુનિ.માં પાસ કન્વીનરોએ કર્યો હોબાળો

પાટણ, પાટણથી એક આત્મવિલોપનની ચીમકી આપવાની ઘટના સામે આવી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા એક દુષ્યંત પટેલ નામના પાટીદાર યુવાનને છુટો કરાતા યુનિવર્સિટીમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કંપાઉન્ડ ખાતે પાસ કન્વીનરો તેમજ અન્ય કાર્યકરોએ એકત્રિત થઇ યુનિવર્સિટીનાં કુલપતિ […]

Top Stories Gujarat Others
dyhskjkhkjhk યુનિ.માં કાર્યરત પાટીદાર યુવકને કાઢતાં હેમચંદ્રાચાર્ય યુનિ.માં પાસ કન્વીનરોએ કર્યો હોબાળો

પાટણ,

પાટણથી એક આત્મવિલોપનની ચીમકી આપવાની ઘટના સામે આવી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા એક દુષ્યંત પટેલ નામના પાટીદાર યુવાનને છુટો કરાતા યુનિવર્સિટીમાં હોબાળો મચી જવા પામ્યો હતો.

ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કંપાઉન્ડ ખાતે પાસ કન્વીનરો તેમજ અન્ય કાર્યકરોએ એકત્રિત થઇ યુનિવર્સિટીનાં કુલપતિ બી. એ પ્રજાપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પાસ કન્વીનરો તેમજ અન્ય કાર્યકરોએ એકત્રિત થઇ અને વિવિધ બેનરો સાથે કુલપતિનો વિરોધ કર્યો હતો.

આ ઘટનાં સાથેસાથ કુલપતિની ચેમ્બર પાસે એક પાસ કન્વીનરે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક પોલીસ દ્વારા આ પાસ કન્વીનરની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર હોબાળાને અંજામ આપતા મુખ્ય સંડોવાયેલા ૫ યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમજ ટોળાને કાબુમાં લેવા માટે એસઓજી, એલસીબી સહિતના પોલીસ અધિકારીઓ યુનિવર્સિટી ખાતે આવી પહોચ્યાં હતા.

જો કે પાટીદાર યુવકને યુનિવર્સિટીમાંથી છૂટો કરતાં આક્રોશથી ભરાયેલા પાટીદાર સમાજે આ આદેશની અવહેલના કરતા સમગ્ર હોબાળો મચાવ્યો હતો.