Not Set/ બનાસડેરી ચૂંટણી/ શંકર ચૌધરીનાં કટ્ટર પ્રતિસ્પર્ધિ મનાતા પરથી ભટોળે ફોર્મ પરત ખેચ્યું

બનાસકાંઠાની બનાસડેરીનો ચૂંટણીનો મામલો દિવસે અને દિવસે રાજકીય રંગ વઘુને વધુ પકડી રહ્યો હોય તેવી રીતે ઘટના ક્રમ પાંગરી રહ્યો છેે. બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળે પોતાનું ઉમાદવારી ફોર્મ પાછું ખેંચ્યાનાં સમાચારથી ફરી એક વખત બનાસનાં સહકારીક્ષેત્રએ ચર્ચા જગાવી છે. આપને જણાવી દઇએ કે પરથી ભટોળ બનાસડેરીનાં પૂર્વ ચેરમેન છે અને તેમણે બનાસડેરીનાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરી સામે પાલનપુર બેઠક ઉપરથી […]

Gujarat Others
5ff18fe4cbfdb6e52d339ab0244d5745 બનાસડેરી ચૂંટણી/ શંકર ચૌધરીનાં કટ્ટર પ્રતિસ્પર્ધિ મનાતા પરથી ભટોળે ફોર્મ પરત ખેચ્યું

બનાસકાંઠાની બનાસડેરીનો ચૂંટણીનો મામલો દિવસે અને દિવસે રાજકીય રંગ વઘુને વધુ પકડી રહ્યો હોય તેવી રીતે ઘટના ક્રમ પાંગરી રહ્યો છેે. બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળે પોતાનું ઉમાદવારી ફોર્મ પાછું ખેંચ્યાનાં સમાચારથી ફરી એક વખત બનાસનાં સહકારીક્ષેત્રએ ચર્ચા જગાવી છે. આપને જણાવી દઇએ કે પરથી ભટોળ બનાસડેરીનાં પૂર્વ ચેરમેન છે અને તેમણે બનાસડેરીનાં વર્તમાન ચેરમેન શંકર ચૌધરી સામે પાલનપુર બેઠક ઉપરથી ફોર્મ ભર્યું હતું. પરથી ભટોળ અને શંકર ચૌધરીને કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. અને જ્યારે બનાસડેરીની ચૂંટણીમાં ગણ્યા ગાંઠ્યા દિવસો જ આડે છે, ત્યારે પરથી ભટોળે હથિયાર મુકી પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે, જે અનેક રીતે વિસંગતતાઓ જન્માવે છે. 

પરથી ભટોળે ફોર્મ પાછુ ખેંચતા ભરત પટેલની જીતની શક્યતા વધી ગઇ છે. અને આપને જણાવી દઇએ કે, ભરત પટેલ શંકર ચૌધરીની પેનલમાં છે. પરથી ભટોળ 22 વર્ષ સુધી બનાસડેરીના ચેરમેન રહ્યા છે અને બનાસ સહિત ઉત્તર ગુજરાતનાં સહકારીક્ષેત્રમાં વજનદાર નામ ઘરાવતા આગેવાન છે. પરથી ભટોળ એમતો શંકર ચૌધરીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે, અને પરથી ભટોળે ફોર્મ પાછું ખેંચતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું, પરંતુ હકીકતોએ પણ છે કે, પરથી ભટોળે ફોર્મ પાછું ખેંચતાં  શંકર ચૌધરીની પેનલના વધુ એક ઉમેદવાર બિનહરિફ થશે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews