આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ હતી. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વહેલી સવારે 1,160 સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા. અઢી લાખ જેટલા નાગરિકો ઉત્સાહભેર સામુહિક યોગમાં જોડાયા હતા. ગાંધીનગર જિલ્લાના ચાર વિશિષ્ટ સ્થળો-પ્રવાસનધામોનાં સાંન્નિધ્યમાં યોગ નિદર્શન યોજાયા હતા. ગાંધીનગર જિલ્લાની અડાલજની વાવ ઐતિહાસિક અને સુપ્રસિધ્ધ પ્રવાસન સ્થળ છે. અમદાવાદથી 18 કિલોમીટરના અંતરે આવેલી આ વાવ ઈ.સ. 1498 માં રાણા વીરસિંહે તેમના પત્ની રુપબાને ભેટમાં આપવા બંધાવી હતી. હિન્દુ અને મુસ્લિમ શિલ્પ સ્થાપત્યના અદભુત મિશ્રણ જેવી આ વાવ ના સાન્નિધ્યમાં 111 લોકોએ આજે યોગાસનો કર્યા હતા. 21 યોગ નિષ્ણાતોએ સતત 108 સૂર્ય નમસ્કાર કર્યા હતા. સ્થાપત્યના સાંન્નિધ્યમાં યોગનો સુયોગ અદ્ભુત હતો.
ગુજરાત/ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઐતિહાસિક અડાલજની વાવનાં પટાંગણમાં કરાયા આકર્ષક યોગાસનો
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વહેલી સવારે 1,160 સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા. અઢી લાખ જેટલા નાગરિકો ઉત્સાહભેર સામુહિક યોગમાં જોડાયા હતા.