Ahmedabad/ લો બોલો!! શહેરમાં વરસાદ વિના પડ્યો ભુવો

શહેરમાં વગર વરસાદે ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરનાં શાહપુર દરવાજા પાસે મસમોટો ભૂવો પડ્યો….

Ahmedabad Gujarat
police attack 26 લો બોલો!! શહેરમાં વરસાદ વિના પડ્યો ભુવો

@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

શહેરમાં વગર વરસાદે ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરનાં શાહપુર દરવાજા પાસે મસમોટો ભૂવો પડ્યો. જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

police attack 27 લો બોલો!! શહેરમાં વરસાદ વિના પડ્યો ભુવો

સામાન્ય રીતે આપણી જોઇએ છીએ કે, વરસાદની શરૂઆત થાય અને રસ્તાઓ પર ભુવા પડવા લાગે છે, પરંતુ હાલમાં શિયાળાની ઋતુ ચાલે છે તેમ છતા જો રસ્તા પર ભુવો પડવાનુ સાંભળવા મળે તો? સાંભળીને નવાઇ તો લાગશે પરંતુ આ એકદમ સાચી વાત છે. મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદનાં શાહપુર પાસે મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે, જ્યાં 15 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો. ભુવામાં એક રીક્ષા અને એક ટુ વ્હિલર પણ ખાબક્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે અનેક વાર મેટ્રો રેલ કામગીરીમાં બેદરકારી સામે આવી છે, પરંતુ તંત્રનાં પેટનું પાણી નથી હલતુ અને શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો