Not Set/ નિત્યાનંદ આશ્રમ વિવાદ/ ગુમ બંને યુવતિનાં માતા-પિતા દ્વારા કેસ CBIમાં ટ્રાન્સફર કરવા કરાશે અરજી

પાખંડી સ્વામી નિત્યાનંદનાં આશ્રમનો વિવાદ હજુ પણ સમ્યો નથી. નિત્યાનંદનાં આશ્રમમાંથી અચાનક જ બંને યુવતી ગુમ થઇ જવાનાં કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. બંને યુવતીના માતા-પિતા દ્વારા કેસને સીબીઆઈમાં ટ્રાન્સફર કરવા અરજી કરશે તેવી વિગતો હાલ સામે આવી રહી છે. આશ્રમમાંથી ગુમ થયેલી યુવતિઓનાં માતા-પિતા દ્વારા સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ […]

Top Stories Ahmedabad Gujarat
lopa nitya નિત્યાનંદ આશ્રમ વિવાદ/ ગુમ બંને યુવતિનાં માતા-પિતા દ્વારા કેસ CBIમાં ટ્રાન્સફર કરવા કરાશે અરજી

પાખંડી સ્વામી નિત્યાનંદનાં આશ્રમનો વિવાદ હજુ પણ સમ્યો નથી. નિત્યાનંદનાં આશ્રમમાંથી અચાનક જ બંને યુવતી ગુમ થઇ જવાનાં કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. બંને યુવતીના માતા-પિતા દ્વારા કેસને સીબીઆઈમાં ટ્રાન્સફર કરવા અરજી કરશે તેવી વિગતો હાલ સામે આવી રહી છે. આશ્રમમાંથી ગુમ થયેલી યુવતિઓનાં માતા-પિતા દ્વારા સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસની તપાસમાં અનેક છીંડા થતા હોવાના આક્ષેપો યુવતીના માતા-પિતા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હવે આ કેસની તપાસ સીબીઆઈ કરે તેવું બંને યુવતીના માતા-પિતા ઈચ્છી રહ્યા છે. જેને લઈને કેસને ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે ગુજરાતમાં બહુચર્ચીત આ કેસમાં માતા-પિતાનાં ચાર સંતાનો નિત્યાનંદ આશ્રમમાં હતા. માતા-પિતાને સંતાનોને મળવા ન દેવાતા સ્વામી નિત્યાનંદની લીલાનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિવાદના કારણે સગીર વયનાં બંને બાળકોને નિત્યાનંદ આશ્રમ દ્વારા માતા-પિતાને પરત સોંપી દેવામાં આવ્યા હતા, તો સાથે સાથે અનેક આવા બીજા બાળકો આશ્રમમાં બંધક હતા તેને પણ છોડાવવામાં આવ્યા હતા. અમદાવાદ હાથીજણ આશ્રમની બે સંચાલીકાને પોલીસ દ્વારા આ મામલે અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવી છે. તો ચાર બાળકોમાંથી બે પરત સોંપાયા જ્યારે બે યુવતિઓ હજુ પણ ગાયબ છે અને સમયાંતરે તેના ફરતા ફરતા ક્યારે નિત્યાનંદની તરફેણમાં તો ક્યારેક વિરુદ્ધમાં નિવેદનો પણ સામે આવતા રહ્યા છે.

આ મામલે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ યુવતિઓને શોધવામાં સમર્થ રહી નથી. નિત્યાનંદ વિદેશ ભાગી ગયો હોવાની માહિતીના આધારે નિત્યાનંદ સામે ઇન્ટપોલની રેડ કોર્નર નોટીશ ઇસ્યુ કરવામાં આવી છે. આ મામલે માતા-પિતા દ્વારા પોલીસની ભૂમિકા પર પહેલેથી જ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને અંતે માતા-પિતા દ્વારા હવે કેસને CBIને સોંપવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.