Not Set/ અમરેલી/ દીપડાઓ બાદ હવે જોવા મળ્યો સિંહોનો આતંક, 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો

આમતો સિંહ કે સિંહણની માનવીઓ પર હુમલાઓ કરવાની ઘટનાઓ ઓછી બનતી હોય છે.પરંતુ હવે અમરેલી જીલ્લામાં સિંહો પણ માનવીઓના શિકાર કરવા લાગ્યા છે.હમણાં ને હમણાં સિંહના માનુષ્યોને ફાડી ખાવાની સતત બીજી ઘટના સામે આવી છે.ગત રાત્રીના રાજુલાના ઉચૈયા અને ભટવદર વચ્ચે ખુલ્લા વિસ્તાર ઝૂંપડામાં રહતા પરિવારના 5 વર્ષીય બાળકને સિંહણે ફાડી ખાધો હોવાની ઘંટના સામેં આવી છે.ત્યારે સિંહોના […]

Gujarat Others
Untitled 6 અમરેલી/ દીપડાઓ બાદ હવે જોવા મળ્યો સિંહોનો આતંક, 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો

આમતો સિંહ કે સિંહણની માનવીઓ પર હુમલાઓ કરવાની ઘટનાઓ ઓછી બનતી હોય છે.પરંતુ હવે અમરેલી જીલ્લામાં સિંહો પણ માનવીઓના શિકાર કરવા લાગ્યા છે.હમણાં ને હમણાં સિંહના માનુષ્યોને ફાડી ખાવાની સતત બીજી ઘટના સામે આવી છે.ગત રાત્રીના રાજુલાના ઉચૈયા અને ભટવદર વચ્ચે ખુલ્લા વિસ્તાર ઝૂંપડામાં રહતા પરિવારના 5 વર્ષીય બાળકને સિંહણે ફાડી ખાધો હોવાની ઘંટના સામેં આવી છે.ત્યારે સિંહોના માનવીઓ પર વધતા જતા હુમલાઓ પર અંકુશ રાખવો જરૂરી બન્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર રાજુલા તાલુકાના ઉચૈયા અને ભાયાવદર ગામની વચ્ચના ખુલ્લા વિસ્તારમાં આવેલા ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારના 5 વર્ષીય બાળકને સિંહણે ફાડી ખાધો છે.આ ઘટનામાં બન્યું એવું કે, આ ઝૂંપડામાં રેહતા કિશોર નામના 5 વર્ષીય બાળકને સિંહણ મોડી રાત્રે ઉપાડી ગઈ અને પગ અને મોના ભાગેથી ફાડી ખાધો હતો.

આ ઘટનામાં બાળકનુ મોત નીપજ્યું છે, આ ઘટનામાં એવું પણ સામે આવ્યું છે કે સિંહણ બાળકને અહીંથી દુર-દુર 3 થી 4  કિમી રામપરા ગામ સુધી ઉપાડી ગઈ અને ત્યા તેમના સિંહબાળ પણ સાથે હોવાનુ જાણવા મળ્યુ હતુ.

આ ઘટનાના સમાચાર સ્થાનિક લોકોને મળતા સ્થાનિક લોકો પણ બાળકને શોધવા માટે કામે લાગ્યા હતા અને આખરે રામપરા વિસ્તાર માથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાર બાદ મૃતદેહ રાજુલા હોસ્પિટલમા પી.એમ માટે ખસેડતા તેમના પરિવારજનો અને સામાજિક લોકો અહીં દોડી આવ્યા હતા.

આ મામલે વનવિભાગને જાણ થતા વનવિભાગ પોલીસ બંને ટીમો અહીં દોડી આવી હતી જો કે ઘટનાને લઈને વનવિભાગ દોડી ગયુ હતુ અને સિંહણ મોત ને ઘાટ  ઉતાર્યા પછી કયા વિસ્તારમા છે તેની   શોધખોળ કરવા માટે વનવિભાગએ કવાયત હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.