Not Set/ #મંતવ્ય બ્રેકિંગ/ વિદેશ મંત્રી એસ જયશંકર-સાંસદ જુગલજીને HCની મોટી રાહત

સંસદનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રની ભાજપ-નરેન્દ્ર મોદી સરકાર માટે સારા સમાચાર આવી ગયા છે. અને આ સારા સમાચાર ગુજરાત હાઇકોર્ટનાં ફેંસલાને કારણે આવી રહ્યા છે. જી હા વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી લોખંડવાલા ને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાતમાંથી રાજ્યસભાનાં સાંસદ વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી લોખંડવાલાની […]

Ahmedabad Top Stories Gujarat
sj jl hc #મંતવ્ય બ્રેકિંગ/ વિદેશ મંત્રી એસ જયશંકર-સાંસદ જુગલજીને HCની મોટી રાહત

સંસદનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રની ભાજપ-નરેન્દ્ર મોદી સરકાર માટે સારા સમાચાર આવી ગયા છે. અને આ સારા સમાચાર ગુજરાત હાઇકોર્ટનાં ફેંસલાને કારણે આવી રહ્યા છે. જી હા વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભા સાંસદ જુગલજી લોખંડવાલા ને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાતમાંથી રાજ્યસભાનાં સાંસદ વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી લોખંડવાલાની જીતને પડકારતી અરજી પર હાઇકોર્ટ દ્વાર ફેંસલો આપવામાં આવ્યો છે. અને રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 ઇલેકશન પીટીશનને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. રાજ્યસભાની ચૂંટણી માં બંને ની જીત પર હાઇકોર્ટે તમામ 3 અરજી ફગાવી મહોર લગાવી દીધી છે.

આપને જણાવી દઇએ કે વોંટીગ સિસ્ટમને લઇને ગુજરાતમાંથી ભાજપ તરફથી રાજ્યસભાનાં ઉમેદવાર એસ જયશંકર અને જુગલજી લોખંડવાલાની જીતને કોંગ્રેસના બે ઉમેદવાર અને કોંગ્રેસનાં વિધાનસભાનાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં પડકારતી અરજીઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિદેશમંત્રી એસ. જયશંકર લોકસભાની ચૂંટણી લડ્યા નહોતા અને વિદેશમંત્રી પદ્દ સંભાળ્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભા પહોંચ્યા હતા. હાઇકોર્ટ દ્વારા તમામ 3 અરજી ફગાવી દેવામાં આવતા બંને નેતા સહિત કેન્દ્ર સરકારને પણ રાહત મળી છે તેવું કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.