Not Set/ શાહીન બાગ/ CAA નાં વિરોધ પ્રદર્શનમાં છવાયું માતમ, 4 વર્ષનાં બાળકનું મોત

શાહીન બાગમાં એક મહિલા છેલ્લા 52 દિવસથી ચાલી રહેલા એક પ્રદર્શનમાં દરરોજ તેના 4 મહિનાનાં બાળક મોહમ્મદની સાથે આવતી હતી. રોજ રાત્રીનાં સમયે પ્રદર્શનમાં સામેલ થવાને કારણે બાળકને શરદી થઇ ગઇ હતી અને આખરે તેનું મોત નીપજ્યું. હવે મોહમ્મદ ક્યારેય પણ શાહીન બાગમાં પ્રદર્શનમાં જોડાવા માટે આવી શકશે નહી. ઉત્તર પ્રદેશનાં બરેલીનાં રહેવાસી નાઝિયા અને […]

Top Stories India
shaheen bagh શાહીન બાગ/ CAA નાં વિરોધ પ્રદર્શનમાં છવાયું માતમ, 4 વર્ષનાં બાળકનું મોત

શાહીન બાગમાં એક મહિલા છેલ્લા 52 દિવસથી ચાલી રહેલા એક પ્રદર્શનમાં દરરોજ તેના 4 મહિનાનાં બાળક મોહમ્મદની સાથે આવતી હતી. રોજ રાત્રીનાં સમયે પ્રદર્શનમાં સામેલ થવાને કારણે બાળકને શરદી થઇ ગઇ હતી અને આખરે તેનું મોત નીપજ્યું. હવે મોહમ્મદ ક્યારેય પણ શાહીન બાગમાં પ્રદર્શનમાં જોડાવા માટે આવી શકશે નહી.

ઉત્તર પ્રદેશનાં બરેલીનાં રહેવાસી નાઝિયા અને આરીફ બાટલા હાઉસ વિસ્તારમાં પ્લાસ્ટિક અને જૂના કપડાથી બનેલી નાની ઝૂંપડપટ્ટીમાં રહે છે. દંપતી દૈનિક ખર્ચને માંડ માંડ પૂરો કરી શકે છે. આરીફ કઢાઈનું કામ કરે છે સાથે ઇ-રિક્ષા પણ ચલાવે છે. તેમની પત્ની નાઝિયા તેને કઢાઈનાં કામમા મદદ કરે છે. બાળકનાં મૃત્યુ બાદ, આરિફે કહ્યું- ‘હું ગયા મહિને પૂરતી કમાણી કરી શક્યો નહીં. હવે મારું બાળક મરી ગયું છે. અમે બધું ગુમાવ્યું. વળી, નાઝિયાએ કહ્યું કે, 30 જાન્યુઆરીની રાત્રે પ્રદર્શનમાંથી પાછા ફર્યા બાદ તેના બાળકનું ઉંઘમાં જ નિધન થયું હતું. નાઝિયાએ કહ્યું, ‘હું બપોરે 1 વાગ્યે શાહીન બાગથી આવી હતી. તે બાળકોને સૂવડાવીને પછી પોતે સૂઈ ગઈ હતી. મોહમ્મદ સવારે કોઈ હરકત નહતો કરી રહ્યો. તેને તાત્કાલિક નજીકની અલ શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

18 ડિસેમ્બરથી, નાઝિયા દરરોજ શાહીન બાગનાં પ્રદર્શનમાં હાજર રહેતી. બાળકને શરદી થઈ ગઈ હતી, જે જીવલેણ બની હતી અને તેની અંતે મોત થઇ. નાઝિયા માને છે કે, સીએએ અને એનઆરસી તમામ સમુદાયોની વિરુદ્ધ છે અને તે શાહીન બાગનાં પ્રદર્શનમાં સામેલ રહેશે. નાઝિયા કહે છે કે, નાગરિકત્વનો કાયદો ધર્મનાં આધારે લોકોમાં ભેદભાવ રાખે છે અને તેને સ્વીકારવો જોઈએ નહીં. આ આપણા ભવિષ્યની વિરુદ્ધ છે અને હું તેના પર સવાલ કરતી રહીશ. મારા બાળકનાં મોત માટે નાગરિકત્વનો કાયદો જવાબદાર છે. જો સરકાર નાગરિકત્વનો કાયદો અને એનઆરસી ન લાવી હોત, તો પ્રદર્શન ન થયું હોત અને અમે તેમાં જોડાવા ન ગયા હોત અને મારુ બાળક મોતની ભેટ ન ચઢ્યું હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.